તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોટ્સએપનો ગેર ઉપયોગ કરનાર છાત્રોને સબક અપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજના ટેકનોલોજીના જમાનામાં વોટ્સએપ, ફેસબુક, ઇન્સટાગ્રામ સહિતના સોશીયલ મીડિયાનો ઘણા લોકો ગેરઉપયોગ કરી સાયબર ક્રાઇમ જાણતા અજાણતા પણ આચરી બેસતા હોય છે.ગાંધીધામના વિદ્યાર્થીઓએ પણ ગૃપ બનાવી તેનો દુરુપયોગ કર્યો હતો. જેમાં પોતાના ક્લાસમાં અભ્યાસ કરતા સહપાઠીઓને ગૃપમાં જોડવાની સાથે શરતચૂકથી તેમના શિક્ષિકાને પણ જોડી દેવાયા હતા જેમાં કોમ્પ્રોમાઈઝ ગૃપમાંથી વિદ્યાર્થીએ પોતાના બે શિક્ષકાઓ માટે ખૂબ અભદ્ર ટિપ્પણીઓ કરી, ગંદી વાતો કરી શિક્ષીકાના ફોટાના સ્ક્રીન શોટ લઇ ગૃપમાં વાયરલ કર્યા હતા. જેમાં આ ઘટના પ્રકાશમાં આવતાં ગાંધીધામમાં કાયદાના બે સલાહકારો બ્રિજેશભાઇ એ. સોલંકી અને જિતેન્દ્ર નવાણીઅે વિદ્યાર્થીના વાલીને બોલાવી તેમના સંતાને કરેલી હરકત સાયબર ક્રાઇમ કહેવાય અને સાયબર ક્રાઇમમાં સજાની જોગવાઇઓ વિશે સમજણ આપતાં વાલીએ ગંભીરતા સમજી હતી અને માફી પત્ર લખી ભવિષ્યમાં ક્યારે પણ આવી હરકત નહીં કરાય તેવી ખાત્રી આપી હતી.

આ કિસ્સો સમાજ માટે પણ દાખલા રૂપ છે મોબાઇલ હાથમાં આવતાં મોટેરાઓ પણ ઘણી વખત ન કરવા જેવી ટિપ્પણીઓ કરી લેતા હોય છે. આ બાબતે બ્રિજેશ સોલંકી અને જિતેન્દ્ર નવાણીએ લોકોને અનુરોધ કર્યો છે કે બાળકોને મોબાઇલ ન આપે, તેનાથી બાળકોના માનસ ઉપર ખરાબ અસર થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો