તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિદડા વિસ્તારની બહેનો કૌશલ થકી પગભર થઇ રહી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિદડા અને અાસપાસના ગામોની બહેનો ધીરે-ધીરે પોતાના કૌશલ્યવર્ધન થકી ધીરે-ધીરે પગભર થઇ રહી છે. માતૃવંદના ટ્રસ્ટના ચેરમેન કોમલભાઇ સાવલાના જણાવ્યા મુજબ બહેનોને પગભર કરવા માટે તેમને કૌશલ વિકાસની તાલીમની સાથે-સાથે સ્ટાઇપેન્ડ પણ અપાય છે. હાલમાં સીવણ ક્લાસમાં 60 જેટલી દીકરીઅો તાલીમ લઇ પોતાનું ભવિષ્ય કંડારી રહી છે. અા તાલીમને અંતે તેઅો પગભર થઇને મહિને 8-10 જેટલું વળતર તો અાસાનીથી પામી લે છે.

ગામડે-ગામડે ક્લસ્ટર સેન્ટર ઊભાં કરાશે
સંસ્થા દ્વારા ટૂંક સમયમાં ઘેરબેઠાં રોજગારી મળી રહે તેવા હેતુથી ગામડે-ગામડે ક્લસ્ટર સેન્ટર ઊભાં કરવાનું અાયોજન છે. પ્રાયોગિક તબક્કે કોડાય ખાતે ક્લસ્ટર સેન્ટર સ્થાપવાની તૈયારીઅોને અાખરી અોપ અપાઇ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...