તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંધી ભાષાને રાષ્ટ્રીય દરજ્જો મળ્યાને 52 વર્ષ પુર્ણ થયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધતામાં એકતાનો અલાયદો દાખલો સમગ્ર વિશ્વમાં બેસાડનારા ભારતમાં કોઇ એક રાષ્ટ્રીય ભાષા નથી. તેમાં અલગ અલગ 22 ભાષાઓનો સતાવાર દરજ્જો અપાયો છે. જેમાં શરુઆતમાં સિંધી ભાષાને સ્થાન નહતુ અપાયુ. જે અંગે રજુઆતો અને ધરણાઓ કરવામાં આવ્યા બાદ 1967ના સિંધી ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. હાલે ભારતના ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બાળકોના અભ્યાસ માટૅ વિકલ્પ આપવામાં આવે છે. ઐતિહાસીક સિંધ પ્રાંત સાથે જોડાયેલી અને ઈન્ડીયન આર્યન કુળ ધરાવતી આ ભાષાને વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી 100 ભાષાઓમાં 2007ના સર્વેક્ષણમાં સ્થાન અપાયુ હતુ. અંદાજે તે સમયે અઢી કરોડથી વધુ લોકો આ ભાષાનો પ્રયોગ કરી રહ્યા હતા. ભારતીય સંવિધાનમાં સિંધી સમાજની માંગણી અને રજુઆતોને ધ્યાનમાં રાખીને ભારતીય બંધારણમાં 21મો એમેડમેન્ટને 1967ની 20 માર્ચે રાજ્યસભામાં બીલ પ્રથમ વાર પ્રસ્તુત કરાયુ હતુ. સંવિધાનના 8માં શેડ્યુલમાં તેને સ્થાન આપવાની માંગણી બાદ બીલ તે 4 એપ્રીલના રાજ્યસભામાંથી પાસ થયુ અને લોકસભામાં 7 એપ્રીલના પાસ થયુ હતુ. ત્યારબાદ 10 એપ્રીલ, 1967ના દિવસે તત્કાલીન રાષ્ટ્રપતી ઝાકીર હુસૈન દ્વારા મંજુર કરાતા, તેજ દિવસે ગેઝેટ્સ ઓફ ઈન્ડિયા પર તેને જાહેર કરીને લાગુ કરી દેવામાં આવ્યુ હતુ.

સિંધીભાષા શીખવવા માટે આદિપુરમાં નિઃશુલ્ક વર્કશોપ
સિંધી સદાબહાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિંધી ભાષાનો વ્યાપ વધે, ચલણ વધે તે આશયથી આગામી તા.22 એપ્રીલ થી 5મે સુધી આદિપુરના સિંધી નવજવાન મંડળ હોલ ખાતે નિઃશુલ્ક વર્કશોપ યોજવામાં આવનાર હોવાનું પ્રમુખ સત્યપ્રકાશ ગોપલાણીએ જણાવ્યુ હતુ. જેમા સિંધીભાષાનું વાંચન, લેખન અને અન્ય ભાષામાંથી ભાષાંતરનો નિઃશુલ્ક અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં ભાગ લેવા માટૅ રોશન ગોપલાણી અને પ્રીયાંક ભંભાણીનો 98792 79199 પર સંપર્ક સાધવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...