હિન્દી ભાષામાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં દિનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે વાતાનુકુલીન વ્યવ્સ્થા સાથે ગૌ સેવા સમિતિ દ્વારા સમર્પિત શ્રીમદ ભાગવત કથા સમિતિ દ્વારા હિન્દી ભાષામાં અને સંગીતમય શૈલી સાથે શ્રીમદ ભાગવત કથા ચાલી રહિ છે. જેમાં વ્યાસપીઠ પર બાલસંત ભોલે બાબા દ્વારા કથાનું રસપાન કરાવાઈ રહ્યુ છે. દૈનિક બપોરના 3:15 થી સાંજ સુધી કથાનું શ્રવણ કરવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. તો રાત્રીના 9:15થી 10:15 નાનીબાઈ માયરા ઝાંકીઓનો લ્હાવો પણ લઈ રહ્યા છે. આ આયોજનનું આગામી તા.16/05ના પુર્ણાહુતી થશે. અહિ નોંધવુ રહ્યુ કે ગાંધીધામ સંકુલમાં હિન્દીભાષી વર્ગ ખુબ મોટૉ છે, જેથી જિલ્લાભરમાં સૌથી વધુ હિંદી ભાષાના વિવિધ આયોજનો ગાંધીધામ ખાતે થતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...