તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્ત ભીમાસર ગ્રામજનો દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમસ્ત ભીમાસર ગ્રામજનો દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજે મહત્વપૂર્ણ દિવસ હતો જેમાં કૃષ્ણ જન્મોત્સવ ( નંદ મહોત્સવ ) સંગીતમય શૈલીમાં શ્રીમદ્ ભાગવતનું રસપાન કરાવી શ્રોતાઓનું સપ્તાહ મનુષ્ય જીવનમાં સત્વનો ભાવ જગાવે છે. મનુષ્ય ધર્મ શાસ્ત્ર ને દૈનિક કાર્યમાં સાથે રાખવું જોઈએ. આપણી અંદર રહેલો ઈશ્વરનો સાક્ષાતકારએ જ આપણા જીવનનો ધ્યેયલક્ષ હોવો જોઈએ, ભીમાસરનાં આંગણો કચ્છમાં મારી પ્રથમ કથામાં જીવનમાં હંમેશા સંભારણું બની રહેશે. કચ્છ પ્રદેશનાં હેતાળ હૈયાના માનવીઓએ જે પ્રેમ અને આદર આપયો છે તે માટે હું હંમેશા કચ્છી માડુઓનો ઝણી રહીશ. ભીમાસર ગામ કથા સમિતિએ આજે ભગીરથ સામાજીક કાર્ય કર્યું છે કે આજના આધુનિક સમયની અંદર જે કામ વિજ્ઞાન પણ નથી કરી શકતું તે આપણું અમુલ્ય લોહી ( રક્ત ) જે માત્ર અને માત્ર ઈશ્વર દ્વારા નિર્મિત થાય છે તે રક્તને કચ્છી માડુઓ (501 )થી વધુ બોટલ રકતદાન કરીને ઉત્તમ સામાજિક કાર્યનું ઉદાહરણ પૂરું પાડયું છે તે બદલ મારી વ્યાસપીઠ તેમને આર્શિવચન આપે છે તેવું જીગ્નેશ દાદાએ જણાવ્યું હતું.આજે શ્રીકૃષ્ણ જન્મમાં 25,000થી વધુ લોકોએ હાજરી આપી હતી અને સમાજ તથા ગામનાં આસપાસનાં સુખી દાતાઓએ ગૌસેવા માટે દાનની સરવાણી વહાવી હતી. જેમાં પાંચ લાખ રૂા . વેલસ્પન ગૃપ, પાંચ લાખ રૂા. ગં. સ્વ . જમનાબેન રાધાભાઈ કાનગડ પરિવાર, પાંચ લાખ રૂા. સ્વ, તેજાભાઈ મેમાભાઈ આહિર પરિવાર તથા બે લાખ એકાવન હજાર રૂા. અનિલભાઈ જૈન દ્વારા આપવામાં આવ્યા હતા. આજના આ કૃષ્ણ જન્મોત્સવમાં ભોજન પ્રસાદના દાતા સ્વ . શ્રી લીલાધર વખતચંદ પારેખ પરિવાર ભીમાસર રહયા હતાં. દાનની રકમ છ લાખ રૂપિયા થઈ હતી અને મંડપના દાતા ગં . સ્વ . સાકરબેન સામજીભાઈ કરશન ચાવડા પરિવારે ૨હયા છે .

અન્ય સમાચારો પણ છે...