મોમાયમોરામાં શ્રીકાર વર્ષા હેતુ મહાયજ્ઞ યોજાયો

Nakhatrana News - sanyar varsha puran mahayyab was held in maimimora 071014

DivyaBhaskar News Network

Jul 12, 2019, 07:10 AM IST
મોમાયમોરા ખાતે પર્યાવરણ શુદ્ધ થાય અને અા ચોમાસે શ્રીકાર વર્ષા થાય તેવા હેતુથી મહાયજ્ઞનું અાયોજન કરાયું હતું.

મોમાયમોરા જીવ કલ્યાણ સમિતિ દ્વારા અાયોજિત છ દિવસીય મહાયજ્ઞમાં ડો. કમલ નારાયણજી અાર્ય, શાંતાનંદજી દર્શનાચાર્ય, ચંદ્રગુપ્તજી દર્શનાચાર્ય, અરૂણકુમાર અાર્યવીર સહિતના સંતો-મહંતોઅે અાશીર્વચન પાઠવ્યાં હતાં.

સમારોહના મુખ્ય દાતાઅોમાં સ્વ. ભાણજી લાલજી દડગા પરિવાર, સ્વ. પુંજાભાઇ રતનશી દડગા પરિવાર, સીમાબેન તુલસીદાસ નાકરાણી પરિવાર-સુખપર (ઘાટકોપર), વૈદિક પરિવાર-મુંબઇ, વૈદિક પ્રચાર સંઘ-લુડવા, અાર્યસમાજ-નખત્રાણા રહ્યા હતા. યજ્ઞના પ્રથમ અને અંતિમ દિવસે 100થી વધુ લોકોના સ્વાસ્થ્યનું ચેકઅપ કરવામાં અાવ્યું હતું જેથી જાણી શકાય કે યજ્ઞના શુદ્ધ વાતાવરણમાં બેસવાથી પારિવારિક સ્વાસ્થ્યને કેટલો લાભ થાય છે.

યજ્ઞ પ્રસંગે ગામલોકો દ્વારા 1001 વૃક્ષોનું વાવેતર કરાયું હતું. યજ્ઞમાં 600 કિલો જેટલાં કાંકરેજ ગાયના ઘીનો અાહુતિ અાપવા માટે ઉપયોગ કરાયો હતો. અાયોજનમાં કાંતિલાલ દડગા, જીવરાજ સેંઘાણી, અરજણ જબુઅાણી, જગદીશ ઠક્કર, ભગવાનજી સોની સહિતના અગ્રણીઅો સહભાગી બન્યા હતા.

X
Nakhatrana News - sanyar varsha puran mahayyab was held in maimimora 071014
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી