સામખિયાળી અને નખત્રાણામાં દરોડા: 20 જુગારીઓ પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર.ગાંધીધામ, ભુજ

સામખિયાળીના ઓસવાળવાસમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા આઠ જુગારીઓને રૂ.33,130 રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે નખત્રાણામાં 12 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ બાબતે સામખિયાળી પોલીસ મથકના સીનિયર પીએસઆઇ આર.એમ.ઝાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન હેડકોન્સટેબલ કિશોર ડોડિયાને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ઓસવાળવાસમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આઠ ખેલીઓને રૂ.33,130 રોકડ રકમ સાથે પકડી લઇ તેમના કબજામાંથી રૂ.8,500 ની કિંમતના આઠ મોબાઇલ સહિત કુલ રૂ.41,630 નો મુદ્દામાલ કબજે કરી તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. પકડાયેલા જુગારીઓ પચાણ રૂપા પ્રજાપતિ, સામખિયાળી, કનુભાઇ મનજીભાઇ પ્રજાપતિ, સામખિયાળી, પચાણ ભુરા બાળા, સામખિયાળી, વસંત ભવાન પટેલ, છાડવારા, રામજી કેસર મણકા, રામપર-ભચાઉ, ગોવિંદ ભીમા પ્રજાપતિ, સામખિયાળી, હાસમ કાસમ શેખ, મોરબી દરવાજા હળવદ અને મણીલાલ જેઠાલાલ શાહ, સામખીયાળી સામે ગુનો નોંધાયો છે.

તો બીજી બાજુ નખત્રાણા પોલીસ સુત્રોઅે અાપેલી માહિતી અનુસાર સોમવારે સાંજે સાડા સાતના અરસામાં કોલીવાસમાં દરોડો પાડી રફીક જુસબ લુહાર, ગફુર સિધીક ધલ, વંકા અાલા અાહિર, મહેન્દ્ર મીઠુ કોલી, રમેશ મુસા કોલી, દિલીપસિંહ ખીમાજી સોઢા, હુશેન હાજી રાયમા, સમત અજી કોલી, ધનજી લધા કોલી, હીતેશ મીઠુ કોલી, અબ્દુલ્લ અોસમાણ કુંભાર, મગન મીઠુ કોલીને ધાણીપાસાનો જુગાર રમતા ઝડપી પડાયા હતા.

અા શખસો રમેશ મુસા કોલીના રહેણાક મકાનની અાગળ અાંગણામાં જુગારનો પડ માંડીને બેઠા હતા. પકડાયેલ શખસો પાસેથી 26310ની રોકડ કબ્જે લેવાઇ હતી. કામગીરીમાં પીઅેસઅાઇ પરમારના માર્ગદર્શનમાં કાનાભાઇ રબારી, દીનેશ ધોરિયા, કૃપાલસિંહ ઝાલા, કલ્પેશ ચૈાધરી, ધર્મેન્દ્રસિંહ રાણા, ગોપાલ ગઢવી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...