તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રતાડિયામાં 3 લાખના ખર્ચે બનેલો માર્ગ અઠવાડિયામાં ધૂળધાણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રા તાલુકાના રતાડિયામાં તાલુકા પંચાયત હસ્તક નાણાં પંચની ગ્રાંટમાંથી નિર્માણ પામેલા મફત નગરી વિસ્તારનો માર્ગ અઠવાડીયામાં ધૂળધાણી હાલતમાં ફેરવાતાં ભ્રષ્ટાચારી વહીવટને કારણે રાજ્ય સરકારની ગ્રાંટોનો વ્યય નજર સમક્ષ સ્પષ્ટ તરી આવ્યો હતો.

ગ્રામજનોની ફરિયાદને પગલે રતાડીયાના સૂચિત વિસ્તારની રૂબરૂ મુલાકાત લેતાં માર્ગને શ્વાન પોતાના પગ વડે સરળતાથી ખોદી કાઢતા નજર આવ્યા હતા. જયારે મહોલ્લાવાસીઓએ પણ પોતાના હાથ વડે માર્ગમાં ખાડો કરી બતાવતા સમગ્ર તાલુકામાં નાણાં પંચની લાખોની ગ્રાંટો ગેરવલ્લે થઇ હોવા બાબતને સમર્થન
મળ્યું હતું.

ગામના મહિલા સરપંચ જેનાબેન કુંભારના પતિ હસણભાઇનો સંપર્ક સાધતા તેમણે નાણાપંચની ફાળવાયેલી ત્રણ લાખની ગ્રાંટમાંથી બન્યો હોવાનું જણાવતા માર્ગ ગુણવત્તાહીન હોવાને સમર્થન આપ્યું હતું .ઉપરાંત કોન્ટ્રાક્ટરના કંપ્લીશન સર્ટીફીકેટ પર રોક લગાવી ચુકવણું અટકવાનું જણાવ્યું હતું .

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો