તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્ટ્રાક્ટર સામે રેવન્યુ રાહે વસુલાત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ આદિપુરમાં સિક્યોર ગુજરાત અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી એજન્સીને સોંપવામાં આવી છે તેના દ્વારા પાલિકા પાસે રોડ તોડવા માટે મંજુરી માંગવામાં આવી હતી. પૈસા ભર્યા વગર કરવામાં આવેલી આ કાર્યવાહીને પાલિકાએ ચૂપચાપ મંજૂરી પણ આપી હતી. પાણીની પાઇપલાઇન તોડી નાખવાની સાથે સાથે શહેરના જુદા વિસ્તારના રસ્તાઓ તોડીને શરતનો ભંગ કરી પાલિકાનું નાક કાપી નાખનાર એજન્સી સામે માત્ર કાગળ પર જ કાર્યવાહી થઈ રહી છે. તાજેતરમાં વધુ એક પત્ર પાઠવીને એજન્સીને જરૂર પડ્યે રેવન્યુ રેહા વસૂલાત કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અગાઉ પાલિકાએ એજન્સી સામે એફઆરઆર નોંધાવવા પણ મૂડ બનાવ્યો હતો.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી ત્યારે કેટલીક શરતો મૂકવામાં આવી હતી. આ શરતનું પાલન કરવાનું હતું પરંતુ એજન્સીએ કેટલાક કિસ્સામાં આપેલી ગાઇડલાઇનને નેવે મૂકીને કાર્યવાહી કરી હતી જેમાં કેટલાક કિસ્સામાં તો પ્રજાના પૈસા ના થયેલા નુકશાન સંદર્ભે પાલિકાએ લાલઆંખ કરી હતી. અગાઉ નોટિસ આપીને એજન્સીને પૈસા ભરવાની સાથે સાથે પાણીની લાઇન તોડી નાખી તે સહિતના બાબતે પત્ર પાઠવી જરૂરી સૂચના આપી હતી. આ સૂચના પછી પણ જે તે વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા તેમાં એજન્સી ઓરેન્જ બિઝનેશ સર્વિસ ઇન્ડીયા ટેકનોલોજી પ્રાઇવેટ લીમીટેડ એ રોડને નુકશાન કરીને કેબલ પાથરવાનું કામ કર્યું હોવાની ફરિયાદ ઉઠી છે. દરમિયાન તાજેતરમાં ફરી એક વખત પાલિકાએ આ એજન્સીને નોટિસ આપીને જરૂર પડે રેવન્યુ રાહે વસુલાત કરવામાં આવશે તેવી ચીમકી આપી છે. હવે જો આ ચીમકી કાગળ પર રહે છે કે કેમ તે તો સમય આવ્યે ખ્યાલ આવશે. પાલિકાના અધિકારીઓ કોની શરમ થી આ એજન્સી સામે પગલાં ભરવામાં કાર્યવાહી કરાવતા નથી. માત્ર ઉપરછલ્લી રીતે પગલા ભરાવનો દેખાવ કરી રહ્યા છે. હકીકત એ પાલિકા દ્વારા કોઈ સામાન્ય લોકો દ્વારા મંજૂરી માગવામાં આવે તો પહેલા પૈસા ભરાવવામાં આવે છે જ્યારે અહીં દસ લાખથી વધુ રકમ ભરવાની થતી હોવા છતાં એજન્સીએ આ રકમ ભરી નથી અને પાલિકાએ મંજુરી પણ કેવી રીતે આપી દીધી તે તપાસનો વિષય છે. આ બાબતે સત્તા પક્ષ આંખ મીંચીને બેઠો છે. વિપક્ષ પણ પાણીમાં બેસી ગયો હોય તેવી સ્થિતિમાં જણાતા પાલિકાને થઇ રહેલા નુકશાન સંદર્ભે કોણ અવાજ ઉઠાવશે તે એક પ્રશ્ન છે.

એજન્સી સામે પગલાં ભરવા કલેક્ટરને ફરિયાદ
શહેરના નાગરિક એન.જે. તોલાણીએ કલેકટરને પત્ર પાઠવીને જણાવ્યું છે કે શહેરના રોડ તોડી નાખવામાં આવ્યા છે. પાલિકાની મિલકતને થયેલા નુકસાન પછી જવાબદાર એજન્સી સામે શું કાર્યવાહી કરવામાં આવતી નથી? રોડ તોડ્યા પછી હવે ફરિથી નવેસરથી વ્યવસ્થિત કરવામાં આવશે કે કેમ આ બાબતે કલેક્ટર દ્વારા તપાસ કરીને યોગ્ય પ્રજાલક્ષી કાર્યવાહી થાય તેવી માગણી પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો