તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેક પરત થતાં ટ્રાન્પોર્ટરને 6 માસની કેદની સજા ફટકારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના ટ્રાન્સપોર્ટરનો ચેક રીટર્ન થવાના વર્ષ-2005માં દાખલ થયેલા કેસમાં 14 વર્ષ બાદ ગાંધીધામ કોર્ટે આરોપીને છ માસની કેદની સજા ફટકારવાની સાથે ચેકની રકમ વળતર સાથે ચુકવી દેવા કોર્ટે આદેશ કર્યો છે.

ગાંધીધામ ખાતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ફરિયાદી પરેશ જેઠાનંદ લધર પોતાના ભાઇ હરેશ જેઠાનંદ માહેશ્વરી સાથે સાથે મે. જય અંબે કેરીયર્સના નામે ધંધો ચલાવે છે અને પોતાના વાહનો આ કેસના આરોપી મે.કાલિકા ટ્રાન્સપોર્ટના માલીક સુનિલ સુદર્શન યાદવ મારફત ભરાવતા અને ધ઼ધાકીય વ્યવહારોલગત ધંધાના નિયત ક્રમમા઼ તેનું ખાતું પણ રાખેલું હતું. સદર વાહનોના ભાડા પેટે લેણા બાબતે વારંવાર ઉઘરાણી કરતા સુનિલ સુદર્શન યાદવે લેણાની રૂ.5,00,000 ની રકમ પેટે તા.10 ફેબ્રુઆરી 20005ના રોજ ગાંધીધામ મર્કેન્ટાઇલ બેંકના ચેક આપી વિશ્વાસ આપ્યો હતો કે ચેક બેંકમાં જમા કરાવતાં તમને તમારા રૂપિયા મળી જશે, જે ચેક ફરીયાદીએ જમા કરાવતાં ચેક બાઉન્સ થતાં વકીલ મારફત નોટિસ પણ મોકલી હતી પરંતુ તેમ છતાં રકમ ન મળતાં આ કેસ ગાંધીધામ કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ દાખલ કરાયો હતો. લેવડ-દેવડ અંગેના બીલ, હિસાબો તથા ફરીયાદી અને તેમના ભાઇના માૈખિક પુરાવા રજુ કર્યા હતા 4થા અધિક જ્યુડિશીયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ ટી.વી.પરમારે આરોપીને કસૂરવાર ઠેરવી છ માસની કેદની સજા ફટકારવાની સાથે ચેકની રકમ વળતર પેટે ચુકવી દેવા આદેશ કર્યો હતો. ફરીયાદ પક્ષે એ.એન.કેલા, તેમની સાથે એડવોકેટ લલિત એ.કેલા અને મંજુલા કેલા એ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...