તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંડલામાં ઝડપાયેલા પુર્જા અંગે પાકેે કહ્યું કે દાવો ‘ફેક્ચ્યુઅલી ખોટો છે’

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કંડલામાં ઝડપાયેલા મીસાઈલ પુર્જાઓ અંગે ચાલી રહેલા વિવાદને લઈને ચીન અને ભારત બાદ હવે સતાવાર રીતે પાકિસ્તાન પણ બહાર આવ્યું હતું. પાક. ના વિદેશ મંત્રાલયે આ અંગે નિવેદન આપ્યું હતું કે \\\'અમારા ધ્યાને આવ્યું છે કે ઈન્ડિયન ઓથોરીટીઝ દ્વારા પાકિસ્તાન આવી રહેલા કોમર્શીયલ વેસલને સીઝ કરાયું છે અને તેમા સભંવીત રીતે મીલીટ્રી આયામ હોવાનું કહેવાયું છે, જે ફેક્ચ્યુઅલી ખોટુ છે, વિશ્વભરના ઘણા ઉધોગોમાં આવુંજ ફર્નેસનો ઉપયોગ થાય છે.\\\'. પાકિસ્તાનની ખાનગી અને આ કાર્ગોની ઈમ્પોર્ટર કંપનીએ પાકિસ્તાન સરકારનો સંપર્ક કરીને આ વિશે જાણ કરતા આ પક્ષ રખાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. આવો દાવો ત્યારે સામે આવ્યો છે કે જ્યારે ભારતીય સુરક્ષા એજન્સીઓએ સંદિગ્ધ કાર્ગોને ઝડપીને ડીઆરડીઓના તજજ્ઞો દ્વારા બે વાર તપાસ કરાવડાવી હતી અને તેના રિપોર્ટના આધારે આ કાર્ગો જપ્ત કરી આ અંગે ચીન સામે વાંધો પણ દર્શાવ્યો હતો. અધુરામાં પુરુ પાકિસ્તાન 1500 કિમીથી વધુ દુર સુધીના અંતરમાં વાર કરી શકતી મીસાઈલ શાહીન 2નું નિર્માણ કરી રહ્યું હોવાનું જગજાહેર છે અને ઝડપાયેલું ઓટોક્લેવ આવીજ દુર સુધીની મીસાઈલના નિર્માણમાં ઉપયોગ થઈ શકે તેવી સંભાવના તજજ્ઞો વ્યક્ત કરી ચુક્યા છે.

ફ્રેબ્રુઆરી મહિનાની શરુઆતે ચીનથી ડીપીટી, કંડલા આવી ચડેલા \\\'ડા સુઇ યાન\\\' નામક જહાજ પર ભારતીય સુરક્ષા એજન્સીઓએ એવા કાર્ગોને ઝડપી પાડ્યો હતો કે જેનો ઉપયોગ મીસાઈલ ટેક્નોલોજીમાં ઓટોક્લેવ તરીકે થાય છે. ચીંતાની વધુ વાત એ પણ હતી કે આ જહાજ અહીથી પાકિસ્તાન જતું હતુ અને ઓન ધ રેર્કડ આ મીલીટ્રી સબંધીત કાર્ગો પાક. નાજ કાસીમ પોર્ટ પર ઉતરવાનો હતો. ભારતે આ અંગે કાયદાકીય કાર્યવાહી કરીને તે કાર્ગોને દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા ખાતેજ ઉતારી લઈને પખવાડીયા સુધી જહાજને એરેસ્ટમાં રાખ્યા બાદ જવા દીધું હતું. પરંતુ એક બાદ એક મોકલનાર ચીન અને લેનાર પાકિસ્તાન બંન્નેએ ભારતના દાવાને ખોટો કહીને આ માત્ર ઔધોગિક મશીનરી હોવાનો દાવો કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કાર્ગો સંદિગ્ધ હોવાથી આ સીઝ કરવાનું પગલુ ઉઠાવાયાનું અને ચીનને વિસ્તારમાં શાંતી વ્યવસ્થા બનાવી રાખીને એક્સપોર્ટ કંટ્રોલ પોલીસીને ચુસ્તતાપુર્વક પાલન કરવાનું કહિ ચીંતા વ્યક્ત કરી હતી.

ચીન અને પાકિસ્તાન બંન્નેએ \\\'એક્સપોર્ટ કંટ્રોલ\\\' લીસ્ટમાં આનું નામ ન હોવાનું કહી કોઇ રીતે તેનો ભંગ ન થતું હોવાનો દાવો કર્યો છે.

વિવાદ | રિપોર્ટમાં સ્પષ્ટતા અને મિસાઈલ નિર્માણના જગજાહેર કારનામા છતાં, માને તે બીજા!


આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો