માઉન્ટ કાર્મેલ સ્કૂલમા ભરતી વિવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ભરતીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે અંતરજાળના રહીશે જાહેર માહિતી અધિકાર હેઠળ માહિત માગી હતી. જેનો સમયગાળો પુરો થઇ ગયા પછી પણ માહિતી ન આપતા તેને દંડ કરવામાં આવ્યો ન હોવાની તકરાર કરીને અપીલ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ આ સત્તા સ્થાનિક સ્તરે ન હોવાની વાત પણ દલીલ સાથે કરવામાં આવી હતી.

અંતરજાળના વતની કિરણકુમાર આહિરે જાહેર માહિતી અધિકાર હેઠળ મદદનીશ સચિવને અપીલ કરીને માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં કરવામાં આવેલી ભરતીની માહિતી માગી હતી. નિયમ મુજબ 30 દિવસમાં માહિતી પુરી પાડવી જોઇએ પરંતુ માહિતી પુરી પાડવામાં આવી ન હતી. આ અંગે બીજી તરફ તેમની સત્તા ન હોવાનું જણાવીને તાલુકા શિક્ષણાધિકારીએ નિયમ મુજબ અરજદારને માહિતી આપી તેમ કહીને તેની અપીલ અરજી દફતરે કરી હતી. તેનાથી નારાજ થઇને જિલ્લા શિક્ષણાધિકારી ભુજમાં અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરીને રમત-ગમતના શિક્ષકની ભરતી માટે માગેલી માહિતીનો જવાબ આપ્યો નથી અને મનમાનીનો આક્ષેપ કરીને પ્રથમ અપીલ અધિકારીએ પણ કોઇ પગલા ભર્યા ન હોવાનું જણાવી મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચાડવામાં આવ્યો છે.

સત્યમ મીશન સ્કૂલમાં શિક્ષકોની લાયકાતનો પ્રશ્ન
કિડાણા ગામમાં સત્યમ મીશન સ્કૂલમાં 16 શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. જેમાંથી ચાર જેટલા શિક્ષકો લાયકાત ધરાવતા ન હોવા છતાં શિક્ષક તરીકે કામગીરી કરી રહ્યા છે. તે અંગે કિરણભાઇએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરીને તાલીમી સ્નાતક ન હોય આ માટે તપાસ કરવા માટે માગણી કરી છે.