તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12મી સુધી 14.7 કરોડની જ વસૂલાત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામ નગરપાલિકાની 2019-20ના નાણાકીય વર્ષ માટે અંદાજે 39 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. શરૂઆતથી જ પાલિકાએ નબળાઇ બતાવીને આ વખતે પણ પાલિકાની તિજોરીમાં વધુને વધુ આવક થાય તે માટે પગલા ભરવા જોઇએ તે ભરવામાં આળસ કરી હતી. જેના પરીણામે માર્ચ એન્ડીંગમાં જાગેલા તંત્રને 12મી માર્ચ સુધી 14.7 કરોડની જ વસૂલાત કરીને સંતોષ માનવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. 35.53 ટકા જેટલી વસૂલાત થઇ છે અને હજુ 31મી માર્ચ સુધી એક કરોડથી દોઢ કરોડ સુધીની વસૂલાત થાય તેવી ગણતરી રાખવામાં આવી રહી છે. દરમિયાન શનિ-રવિની રજાના દિવસોમાં પણ નગરપાલિકા દ્વારા કેસની બારી ખુલ્લી રાખીને વેરા વસૂલાત માટે બીલ વસૂલશે.

સંકુલમાં રોજેરોજ નવી નવી સોસાયટીઓ અને વાણિજ્ય કોમ્પ્લેક્ષો વધી રહ્યા છે. જેની આકારણી કરવી જોઇએ તે વ્યવસ્થિત થતી નથી. પાલિકાના ચોપડે રહેણાંક અને બીન રહેણાંકના 65 હજારથી વધુ મિલ્કતો જણાઇ રહી છે જેમાં સર્વે કરીને વધારો થાય તે માટે પગલા ભરવા જોઇએ તે કમનસીબે ભરાયા ન હોવાની ફરીયાદો ઉઠે છે. વેરા વસૂલવામાં પાલિકાની નબળાઇને લઇને પ્રાદેશીક કમીશનર કચેરીએ પણ તેની નોંધ લીધી હતી. દરમિયાન માર્ચ એન્ડીંગને લઇને નગરપાલિકા દ્વારા જુદા જુદા પગલા ભરવામાં આવી રહ્યા છે. મોટા બાકીદારોને ત્યાં જઇને ઉઘરાણી કરવા ટીમ મોકલવામાં આવી રહી છે તેમાં આજે અંદાજે 6 લાખ જેટલી વસૂલાતો પાલિકાની તિજોરીમાં આવી હોવાનો અંદાજ છે. દરમિયાન હવે પાલિકાએ લાલ આંખ કરીને મિલ્કત જપ્તી સહિતની કામગીરી કરવા માટે મુડ બનાવ્યો છે પરંતુ જોવું એ રહ્યું કે તેમાં કેટલી સફળ થાય છે. કારણ કે કેટલીક વખત રાજકીય દબાણ કે અન્ય કોઇ કારણોસર પણ પાલિકા દ્વારા પગલા ભરી શકાયા નથી તે હકીકત છે. મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું છે કે, સઘન વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને તેના ભાગરૂપે આગામી શનિ-રવિ તથા રજાના દિવસોએ પણ નગરપાલિકાની ગાંધીધામ અને આદિપુરની કચેરીએ
વસૂલાતની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

પાછલી બાકી રકમની વસૂલાત થતી નથી


35.22 લાખની વસૂલાત માટે વધુ 6ના વોરંટની બજવણી કરવામાં આવી

નગરપાલિકા દ્વારા બાકીદારોને ત્યાં જઇને વેરાની વસૂલાત માટે આગ્રહ રાખવામાં આવે છે. અગાઉ 300થી વધુ નોટિસની બજવણી પણ કરવામાં આવીહતી. આમ છતાં કેટલાક બાકીદારોએ પૈસા ભર્યા ન હોવાથી પાલિકા હવે આકરા પગલા ભરવાના મુડમાં આવી હોય તેવું જણાઇ રહ્યું છે. શહેરના સેક્ટર-8માં ક્લે મેંગો ડેકો, 10-એમાં કનક કેમીકલ, સેક્ટર-10-સીમાં મે. ટ્રેક્ટર ટ્રેડીંગ કાું અને સેક્ટર-9માં જોશી બ્રધર્સ પ્રેટ્રોલપમ્પ, સેક્ટર 1-એ, સેક્ટર-11ના બે બાકીદારો જેની પાસે અંદાજે 35.22 લાખની વસૂલાત બાકી છે તેના વોરંટ આજે ઇસ્યુ કરવામાં આવ્યા હતા. 6 જેટલા મિલ્કત ધારકોના વોરંટ ઇસ્યુ કર્યા પછી હવે પાલિકા દ્વારા ગમે ત્યારે જપ્તીની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે પણ આવી જ રીતે બાકીદારોના વોરંટની બજવણી માટે પાલિકાએ આરંભ કર્યો હતો.

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ કેટલીક મિલ્કતોની વસૂલાત વર્ષો વર્ષ ચડતી રહે છે. જેને લઇને પાછળી વસૂલાતનો આંક વધી રહ્યો છે. વળી, સરકારી મિલ્કતોની વસૂલાતમાં વિવાદને પગલે પણ પાલિકા દ્વારા જોઇએ તેવી વસૂલાત કરી શકાતી નથી. આ વખતે તો પાલિકાએ એક લાખથી વધુ બાકીદારોને માટે જાહેરમાં હોર્ડીંગ લગાવીને તેના નામ જાહેર કરવામાં આવ્યા હતા. તેમ છતાં પાલિકાને તેની ધારી સફળતા મળી શકી નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો