તાજેતરમાં કલેકટર કચેરી દ્વારા નગરપાલિકામાં પત્ર પાઠવીને પાલિકા દ્વારા

Gandhidham News - recently by the collector office the municipal corporation 063507

DivyaBhaskar News Network

Jun 18, 2019, 06:35 AM IST

તાજેતરમાં કલેકટર કચેરી દ્વારા નગરપાલિકામાં પત્ર પાઠવીને પાલિકા દ્વારા બિલ્ડિંગના બાંધકામ માટે કેટલા ને મંજૂરી આપી છે તેની વિગત મંગાવતા પાલિકાના સત્તાધીશો મુંઝવણમાં મુકાઈ ગયા હતા. નગરપાલિકા પાસે મકાનના બાંધકામ ની મંજૂરી આપવા કોઈ સત્તા જ હોવાની જાણ કલેકટર કચેરીને ન હોય તેવું તો ન બને, આ પરિસ્થિતિ ઊભી થતા પાલિકા શું જવાબ દેવો તે અવઢવની સ્થિતિમાં મુકાઇ ગઇ છે. હકીકત ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા બાંધકામની મંજૂરી આપવામાં આવતી હોય છે.

ગાંધીધામ-આદિપુર સંકુલમાં એ કેપીટી, નગરપાલિકા, મામલતદાર કચેરી, એસઆરસી અને ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તા મંડળ કાર્યરત છે. એક સંકુલમાં પાંચ પાંચ સંસ્થાઓ વર્ષોથી જુદા-જુદા કામો ને સંભાળી રહી હોવાથી દ્રૌપદી જેવી હાલત છે તેવા સંકુલમાં અવાર-નવાર સ્થિતિ કફોડી બની જાય છે. પાલિકા પાસે જમીન ન હોવાથી કેટલાય પ્રોજેક્ટ અટવાયા છે. કંડલા પોર્ટ પાસે જમીન હોવાથી અવારનવાર માગણી પણ કરવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા કરવામાં આવતી રજૂઆતો પણ ધ્યાન કેપીટી આપતું નથી. ગાંધીધામ આદિપુરમાં મકાનની બાંધકામ માટે મંજૂરી આપવાની હોય છે કે કામ ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તા મંડળ પાસે છે. આમ આવી સ્થિતિને પગલે કોઈ ચોક્કસ ઓથોરિટી પાસે સંપૂર્ણ સત્તા હોય તેવું બનતું નથી. દરમિયાન જાણકાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાજેતરમાં કલેકટર કચેરી દ્વારા નગરપાલિકાને પત્ર પાઠવીને નગરપાલિકા દ્વારા બાંધકામ ની કેટલી મંજૂરી આપવામાં આવી છે તેની પૂછપરછ કરવામાં આવી છે. આ પત્ર આવતા પાલિકાના સત્તાધીશો માં પણ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે કારણકે નગરપાલિકા પાસે બાંધકામ ની મંજૂરી માટે કોઈ સત્તા જ નથી.

X
Gandhidham News - recently by the collector office the municipal corporation 063507
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી