સુખપરમાંથી શરાબ મળ્યો, આરોપી ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ તાલુકાના સુખપર ગામની સીમમાંથી દુધઇ પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડા દરમીયાન રૂ.12,600 ની કિંમતનો ભારતીય બનાવટનો અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ દરોડા સમયે આરોપી પોલીસને હાજર મળ્યો ન હતો. સુખપર ગામના નિકુલસિંહ રાજુભા જાડેજાએ પોતાની વાડીની ઓરડીમાં વેંચાણ અર્થે શરાબનો જથ્થો રાખ્યો છે, આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડતાં વાડીની ઓરડીમાંથી રૂ.12,600 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 750 એમએલની 36 બોટલ મળી આવી હતી, પરંતુ દરોડા સમયે આરોપી હાજર મળ્યો ન હતો. દુધઇ પોલીસ મથકના એએસઆઇ લક્ષ્મણસિંહ જાડેજાએ તેના વિરૂધ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.