અાધારકાર્ડની પહોંચો છતાં અોન-લાઈન અેન્ટ્રી નથી !

Rapar News - reach aadharcard no non line entry yet 072527

DivyaBhaskar News Network

Dec 15, 2019, 07:25 AM IST
રાપરમાં બજાર સમિતિ વિસ્તારમાં રહેતી ગરીબ અને વંચિત સમાજની સગર્ભા મંજુબેન મહેશ કોળીઅે 7મી ફેબ્રુઅારીઅે બસ સ્ટેશન પાસે અાધારકાર્ડ કાઢી અાપતા ખાનગી પેઢી પાસે અાધારકાર્ડની વિધિ કરાવી હતી.

ખાનગી પેઢીઅે પહોંચ પણ અાવી હતી. પરંતુ, અોન લાઈન અાધારકાર્ડ બોલતું ન હોવાથી પ્રથમ ડિલિવરી વખતે મળતા સરકારી લાભોથી વંચિત રહી ગયા છે. વળી અાધારકાર્ડ વિના બેંકો પણ ખાતું ખોલવાની ના પાડી દે છે. જેના કારણે તમામ સરકારી લાભોથી વંચિત રહેવાનો વખત અાવ્યો છે. મનજી મકવાણા અને ત્રણેય બાળકોઅે મામલતદારમાં અાધારકાર્ડ કઢાવવાની વિધિ કરી હતી. પરંતુ, અેમના કાર્ડ પણ અોન લાઈન બતાવતા નથી.

X
Rapar News - reach aadharcard no non line entry yet 072527

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી