તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાગડના વેગીલા વાયરામાં રાપરની પોલીસ ચોકી ઉડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ ભરમાં વાતાવરણમાં આવેલા પલટાના કારણે રાપર તાલુકામાં દિવસ ભર ધુળિયું વાતાવરણ રહ્યું હતું અને થોડાક છાંટા પણ પડ્યા હતા તો સાંજે ચાલુ થયેલ ભારે પવનના કારણે રાપરના સલારી નાકા ખાતે દબાણ વાળી જગ્યાએ લોકસભાની ચુંટણીના માહોલમાં રાઉન્ધ ક્લોક પેટ્રોલિંગના આશયથી ઉભી કરાયેલી પોલીસ ચોકી વાગડના વેગીલા વાયરાનો માર સહન કરી શકી ન હતી અને ધરાશાયી થઈ ગઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે રાપર ખાતે પીઆઇ રાઠોડ દ્વારા થોડા મહિના અગાઉ દબાણ ઉપર વ્યાપક કામગીરી કરી ને અહીં નવી પોલીસ ચોકી બનાવી હતી અને ટ્રાફિક પોલીસને ત્યાં પોઈન્ટ અપાયો હતો પણ પછી એક રાજકીય નેતાએ તે પોલીસ ચોકીમાં રાત્રે તોડફોડ કરી હતી ત્યારે બાદ તે ચોકીમાંથી પોલીસ ગાયબ થઈ ગઈ હતી અને ચોકી બિનવારસું બની ગઈ હતી જે આજે પવન ફુંકાતા તહસનહસ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...