તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂના કટારિયામાં કામ કરવા ન મળતા ભ્રષ્ટાચારની રાવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉ તાલુકાના જુના કટારિયાના તલાટી સતત ગેરહાજર રહેતા હોવાથી અને સરપંચ સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા ગામના વિકાસ કામોને અસર પહોંચતી હોવાની ફરિયાદ કરવામાં ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા કરવામાં આવી છે. જોકે, સરપંચનું એવું કહેવું છે કે અમારી બોડીએ ગામના કોઇ કામ ચૂંટાયેલા સભ્યએ રાખવા નહીં એવું નક્કી કર્યું હોવાથી આ ભાઇને દુખે પેટ છે અને કુટે માથું છે.

અહીંના તલાટી-કમ-મંત્રી નિયમિત હાજર રહેતા નથી અને પંચાયતના દફતરો પોતાના ઘરે લઇ જાય છે. ઠરાવ બુકમાં છેકછાક કરે છે એવી રજૂઆત ગ્રામ પંચાયતના સભ્ય હેમુદાન ગઢવીએ મુખ્યમંત્રી સુધી કરી છે. તેમના કહેવા મુજબ તલાટી હાજર રહેતા ન હોવાથી ગામલોકોને ખુબ મુશ્કેલી થાય છે. ગામના જે લોકો મુંબઇ વસે છે તેમને પંચાયતનું કોઇ કામ હોય ત્યારે તલાટી હાજર ન હોય તો ખોટા દિવસો બગડે છે. વળી, સરપંચ સાથે મળીને ભ્રષ્ટાચાર પણ કરી રહ્યા છે.

આ મામલે સરપંચ અશોક પટેલનો સંપર્ક સાધતા તેમણે આખી વાતનો ફોડ પાડતા કહ્યું હતું કે આ આક્ષેપો મૂળેથી જ વાહિયાત છે. હેમુદાનને ગામના રોડ રસ્તાના કામો રાખવા છે. પણ અમે પંચાયતમાં નક્કી કર્યું છે કે કોઇ સભ્યો ગામના કામ નહીં કરે. તેને લીધે ફરિયાદો કરે છે. ઉલ્લેખનીય છે કે સરપંચ અશોક પટેલ મુંબઇમાં વેપારી એસો.ના પ્રમુખ છે અને ભ્રષ્ટાચારના મામલે વર્ષોથી લડત ચલાવે છે અને અત્યાર સુધીમાં 109 અધિકારીઓને લાંચ રૂશ્વતના છટકામાં સપડાવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો