તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ નિયામકની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું હોવાની રાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ગોખણપટ્ટીના બદલે સમજણ પૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરે તેવા આશયથી શિક્ષણ નિયામક દ્વારા હાલની સત્રાંત પરીક્ષાના અનુલક્ષીને શિક્ષકો માટે માર્ગદર્શિકા બહાર પડાઇ છે જેમાં અન્ય મુદ્દાઓની સાથે જવાબવાહીઓનું બાહ્ય મૂલ્યાંકન કરવું એટલે કે જે તે શાળાના શિક્ષકોના બદલે અન્ય શાળાના તે ધોરણ/વિષય ભણાવતા શિક્ષક દ્વારા મુલ્યાંકની જવાબદારી સોંપવા જણાવાયુ છે. પરંતુ આ બાબતે અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકો ઉલ્લંઘન કરતા હોવાનું જાણવા મળ્યું છે.

શિક્ષણ નિયામક દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા (પરિપત્ર) અનુસાર સમિતિ દ્વારા આપવામાં આવેલ હુકમની અંજારના અમુક શિક્ષકો દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. અરસ પરસ ઉત્તરવહી ચકાસણી કરવાના બદલે અમુક શિક્ષકો દ્વારા પોતાની શાળાની ઉત્તરવાહીઓ પોતેજ ચકાસણી કરી લેવી તેવી અંદરોઅંદર સમજૂતી કરી રહ્યા છે તો બીજી તરફ ઓછા વિધાર્થીઓની શાળા વાળા શિક્ષકો તેમની પાસે આવતી વધારે સંખ્યા વાળી શાળાની ઉત્તરવાહીઓ તપાસવા માટે સ્પષ્ટ ઈન્કાર કરી રહ્યા છે. આ ઉત્તરવાહીઓની ચકાસણી માટે નિયામક દ્વારા પાંચ દિવસની મુદ્દત અપાઈ છે અને તેની ઓનલાઈન એન્ટ્રી પણ કરવાની છે પરંતુ આ ઉભો થયેલ વિવાદના કારણે અગર પેપર સમય મર્યાદામાં ચેક ન થાય અથવા આડેધડ ચેક કરવામાં આવે તો બાળકોના પરિણામ પર આ બાબતની ગંભીર અસર પડશે તેવી પણ શક્યતાઓ હાલે સેવાઇ રહી છે. આ બાબતે અંજાર પ્રા. શી. સમિતિ કચેરીના હેડ ક્લાર્કને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ઓછા વિધાર્થીઓની શાળા વાળા શિક્ષકો તેમની પાસે આવતી વધારે સંખ્યા વાળી શાળાની ઉત્તરવાહીઓ તપાસવા માટે ઈન્કાર કરી રહ્યા હતા પરંતુ હાલે તે પ્રશ્નોનો નિરાકરણ આવી ગયો છે અને રાબેતા મુજબ ઉત્તરવાહીઓ અરસ પરસ ચકાસણી માટે પણ આપવામાં આવી રહી છે. જેથી તમામ કામગીરી અપાયેલ સમય મર્યાદામાં પૂર્ણ થઈ જશે.

અધિકારીની ગેરહજરીને લીધે ગુંચવણો થાય છે
અંજાર સમિતિ હસ્તકની શાળાના શાસનાધિકારી હર્ષદ ગરવા અંજાર શાસનાધિકારી તરીકેના ચાર્જ પર હોવાથી સતત ગેરહાજર રહે છે. જેના કારણે અંજારની શાળાઓના વહીવટમાં ગુંચવણો ઉભી થઇ રહી છે. એક તરફ લોકસભાની ચૂંટણી અનુલક્ષીને પહેલાથી જ હેડક્લાર્કને ચૂંટણી ફરજ પર લઈ લેવામાં આવ્યા છે જેના કારણે કચેરીમાં પટ્ટાવાળા સિવાય કોઈ હાજર જ નથી રહેતું અને વહીવટ અંગે કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોઈ શિક્ષકોનું વહીવટ અને બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થાઇ રહ્યા હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...