નખત્રાણા પંથકમાં રાયડાનો પાક 40 ટકા જેટલો ઘટ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા પંથકમાં ડિસેમ્બર માસમાં રાયડાનું વાવેતર થયા બાદ તેમાં રોગ અાવવાથી તેમજ માવઠું થવાના કારણે 40 ટકા જેટલો ઉતારો અોછો અાવતાં કિસાનો ચિંતિત બન્યા છે.

અા અંગે અાણંદપરના શાંતિલાલ મહેશ્વરી અને વિથોણના શાંતિલાલ નાયાણીઅે જણાવ્યું હતું કે, અારંભે રાયડાના છોડનો વિકાસ સારો થયા બાદ નીકળેલા ફૂલ પર ગળા નામનો રોગ લાગુ પડ્યો હતો. દવાના અેક છંટકાવથી અા રોગ કાબૂમાં અાવી જાય છે પણ અા વખતે બે-ત્રણ વાર દવા છાંટવી પડી હતી. અાટલું અોછું હોય તેમ માવઠું થયા બાદ તેજ ગતિથી પવન ફુંકાવાના કારણે ઉપજમાં ઘટાડો થયો છે. સમાન્ય રીતે અેકરે 22થી 23 મણ રાયડો ઉતરે છે પણ અા વિપરીત સંજોગોના કારણે અા વર્ષે 13થી 14 મણ રાયોડ ઉતરતાં અાર્થિક ફટકો ખમવો પડશે.

અન્ય સમાચારો પણ છે...