તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષિકાની અરજી વાઇરલ કરનારા ક્લાર્ક સામે કાર્યવાહી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દયાપરના શિક્ષિકાને મળવાપાત્ર નવ વર્ષના ઉચ્ચતર પગાર ધોરણ માટેની લેખિત અરજી શિક્ષણ શાખામાં ઇન્ચાર્જ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શિક્ષકે વાઇરલ કરી હતી જેની સામે પગલાં ભરવાની માંગના અનુસંધાને તે શિક્ષકને શિક્ષણ શાખામાંથી છૂટો કરી પોતાની મૂળ શાળામાં ધકેલી દેવાયો છે.

દયાપરની પ્રાથમિક કન્યા શાળામાં ફરજ બજાવતાં શિક્ષિકા લતાબેન પરમારે ઉચ્ચતર પગાર ધોરણ મળવા અંગે અરજીઓ કર્યા બાદ છેલ્લે 16/2ના તાલુકા પ્રમુખ અને ટીડીઓને રજૂઆત કરી હતી. આ અરજી તાલુકા પંચાયત કચેરીની શિક્ષણ શાખાના ઇન્ચાર્જ ક્લાર્ક અશોકભાઇએ સોશિયલ મીડિયા ગ્રૂપમાં ફેલાવી દીધી હતી.

આ મુદ્દાની જાણ થતાં શિક્ષિકાએ પોતાને બદનામ કરવા બદલ જવાબદાર સામે કાર્યવાહી થવી જોઇએની માંગ મૂકી હતી. વળતી કાર્યવાહીમાં આ ઇન્ચાર્જ ક્લાર્કને તાત્કાલિક અસરથી શાખામાંથી છૂટો કરી મૂળ પ્રા. શાળા ખાતે ધકેલી દેવાયો હોવાનું ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મૂળશંકર જોષીએ પણ સમર્થન કર્યું હતું.

લખપત તાલુકા પંચાયત કચેરીમાં શિક્ષણ શાખાની મોટાભાગની જગ્યાઓ ખાલી હોવાથી કોઇ કાયમી અધિકારીઓ નથી. તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોને વધારાનો હવાલો સોંપી દેવાતો હોવાથી તેઓ ‘રાજાપાઠ’માં આવી જાય છે. વહેલીતકે આ જગ્યાઓ પર કાયમી અધિકારીઓ નિમાય તેવી માંગ પણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો