તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારાપર બળદિયા કેરામાં જુના રાજાશાહીના મકાનો કપાતમાં ન આવે તે માટે રજુઆત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજથી મુન્દ્રા જતો રસ્તાનું નવિનિકરણ કરવાની હાથ ધરાયેલી પ્રક્રિયામાં રસ્તો પહોળો બનાવા માટે કોન્ટ્રાક્ટર દ્રારા ભારાપર બળદિયા અને કેરા ગામતળમાં પસાર કરવાની ચાલતી હિલચાલથી આ વિસ્તારના લોકોમાં ચિંતા વ્યાપી છે અને બાયપાસ રોડ સેડાતાથી વડઝર થઇને કેરા તરફ નીકળે તે રીતે કરવામાં આવે તેવી માંગ કરી છે, સેડાતાથી બાયપાસ કરવામાં આવેતો ખેતીની જમીનો કપાત થાય જ્યારે આ ત્રણ ગામતળમાંથી રોડ નિકળેતો રાજાશાહી વખતના મકાનનોને નૂકશાન પહોંચે તેમ છે આ બાબતે લાગતા વળગતા તંત્રને પણ રજુઆત કરવામાં આવી છે તે છતાં કોઇ જ દાદ મળતો નથી.

તાજેતરમાં કાર્યપાલક ઇજનેર માર્ગ યોજના મારફતે ભુજથી મુન્દ્રા માર્ગ નિવિનિકરણ કરી પહોળો કરવાનું પ્રક્રિયા હાથ ધરાઇ છે. આ કામ માટે કરોડો રૂપિયા મંજુર થયા છે.આ કામગીરીમાં શરૂઆતથી જ પુલીયા, પહાળો તોડફોડ કરી નવા પુલીયાઓ બનાવાનું કામ હાથ ધરાયું છે. જ્યાં પુલીયાની જરૂર નથી ત્યા નવા પુલીયા મંજુર થયા છે. પુલીયાના ડાયવર્જન પણ ઉબડ ખાબડ રાખવામાં આવ્યા છે. સરકારના નિયમો મુજબ ડાયવર્જન પાકા બનાવાનો હોય છે પણ અહિં સરકારના નિયમોની ઐસી તૈસી કરવામાં આવી હોવાનું અને તેને કારણે આ માર્ગ પર અકસ્માતોના બનાવો બની છે.તો બીજી તરફ બળદિયા ગામ પાસે પાપડી આવેલ છે.જેમા વરસાદ વખતે પાણીની આવક વધારે હોવાથી ટ્રાફિક જામ થઇ જાય છે અને કેરાથી નારાણપર થઇને લોકોને જવું પડે છે.જે આ બન્ને પાપડીની જરૂર હોવા છતાં જુની પાપડી તોડીને નવી પાપડી બનાવામાં આવી રહી છે.તો બીજી તરફ બળદિયા ભારાપર ગ્રામ પંચાયતોએ ઠરાવ કરીને રજુઆત કરી હતી કે, ભુજ મુન્દ્રા બાય પાસમાં સેડાતા પુલથી વડઝર જોડવામાં આવે તો, ખેતીની જ જમીનમાં કપાત થાય વડઝરથી કેરા ગામ બહાર પણ રસતો જોડાઇ શકે તો ભારાપર બળદિયા કેરા ગામોમાં કપાતનો પ્રશ્ન જ ન આવતો નથી.ભારાપર બળદિયા કેરામાં દબાણો દુર કરવામાં આવશે તો, આ ગામોમાં જુના રાજાશાહી વખતના મકાનનો છે જેથી પ્રજાની એવી લાગણી છે કે, બાય પાસ સેડાતા પુલથી વળઝર થઇને કરવામાં આવે જો આ અંગે રાજકારણી અને ઉચ અધિકારીઓ વાત ધ્યાને શક્ય બને તેમ છે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.

ભુજથી મુન્દ્રા નવો રોડ સેડાતાથી વડઝર થઇને બાયપાસ બનાવવા કરાઇ માંગ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો