ગાંધીધામ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Gandhidham News - pregnancy work was conducted by gandhidham municipality 063508

DivyaBhaskar News Network

Jun 18, 2019, 06:35 AM IST

ગાંધીધામ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાખો રૂપિયાનો ખર્ચ કરીને છેલ્લી ઘડીએ કાગળ પર કામગીરી બતાવીને નાળાની સફાઈ નું કામ હાથ ધરવામાં આવ્યું હતું. હકીકતે દર વર્ષની જેમ જ પુનરાવર્તન થયું હતું. સામાન્ય વરસાદી ઝાપટું આજે સવારના સમયે પડતા જ શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય બજાર, લીલાશા, સુંદરપુરી, ભારતનગર સહિતના વિસ્તારોમાં ભરાયેલા પાણીને કારણે લોકો ત્રસ્ત બની ગયા હતા. તો સોમવારના મોડી સાંજે પણ વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

નગરપાલિકાની પોલ મેઘરાજાએ પ્રથમ હાજરીથી ખુલી જવા પામી છે. એક બાજુ 15 કરોડ રૂપિયાના ખર્ચે વરસાદી નાળાને અદ્યતન બનાવવાની કામગીરી ચાલી રહી છે તેમાં પણ કેટલીક કેટલીક ત્રુટિ અને લોટ પાણી અને લાકડાની ફરીયાદો ઉઠી રહી છે. ખુદ નગરપાલિકાએ પણ કેટલીક ઉણપ અંગેકોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરવા છતાં જે પગલાં ભરવા જોઇએ તે ભરાયા નથી. આગ લાગે ને કૂવો ખોદવા જેવી નીતિ માં લોકોને રામભરોસે મૂકી દેવાની નીતિ અપનાવીને પાલિકા ફરી એક વખત પોતાની ઉંઘણશી નીતિ સાબિત કરી છે. પ્રિમોન્સુનની કામગીરી ના ભાગરૂપે નાળાની સફાઈ થવી જોઈએ તે કરવામાં છેલ્લે છેલ્લે જાગેલા નગરપાલિકાના તંત્ર દ્વારા સૂચના આપતા આખરે પગલાં ભરવાની નોબત આવી હતી. જે પગલાં ભરવા જોઇએ તેને બદલે ઉપરછલ્લી કામગીરી કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે જેનો ભોગ લોકો બની રહ્યા છે. નગરપાલિકાના શાસકો દ્વારા પગલાં ભરવા જોઇએ તે ભણવામાં આવતા નથી વિપક્ષ પણ મામલો પુરવાર થઈ ગયો છે.

X
Gandhidham News - pregnancy work was conducted by gandhidham municipality 063508
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી