તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉમાં બેદરકારી દાખવનાર પોલીસ સસ્પેન્ડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભચાઉમાં સોશિયલ મીડિયાના ગૃપમાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકાઇ હોવાની ફરિયાદ બાદ પોલીસે આ પોસ્ટ મુકનાર બે આરોપીઓને પકડી લોક અપમાં પુર્યા હતા. બીજા દિવસે કોર્ટમાં રજુ કરતા પહેલા આ આરોપીઓ પોલીસ મથકના પ્રાંગણમાં નાસ્તો કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થતાં આ બાબતે બેદરકારી દાખવનાર હેડકોન્સટેબલને આઇજીપીએ ફરજ મોકુફ કર્યા છે.

4 ફેબ્રુઆરીના રોજ ભચાઉના શરીફ લતીફ નોતિયારે શિવસેનાના સોશિયલ મિડીયાના ગૃપમાં બે મોબાઇલ નંબર ઉપરથી દીલ્હી અને ખંભાતના તોફાન બાબતે ધાર્મીક લાગણી દુભાય તેવી ઉશ્કેરણીજનક પોસ્ટ મુકી હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ ભચાઉ પોલીસે તાત્કાલિક બે આરોપીઓને પકડી લઇ લોકઅપમાં ધકેલ્યા હતા. બીજા દિવસે આરોપીને કોર્ટમાં રજુ કરવાના સમયે બે આરોપીઓ લોકઅપના બદલે પોલીસ મથકની બહાર બગીચામાં નાસ્તો કરી રહ્યા હોવાનો વિડીયો શરિફ નોતિયારે જ વાયરલ કરી દેતાં આ બનાવ ચર્ચાયો હતો. આ બનાવમાં આરોપીઓ બાબતે બેદરકારી દાખવનાર ભચાઉ પોલીસ મથકના હેડકોન્સટેબલ રમેશ ડાંગરને બોર્ડર રેન્જ આઇજીપીએ ફરજ મોકુફ કરવાનો આદેશ કર્યો હતો. જો કે આ બનાવમાં પ્રતિબંધિત વિસ્તારનો વિડીયો વાયરલ કરનાર શરીફ નોતિયાર વિરૂધ્ધ પણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો