તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ ફરિયાદ મુદ્દે બે પરિવાર બાખડ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામમાં મારામારી અને ધમકીની બે ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે, જેમાં મહેશ્વરીનગરમાં પોલીસમાં કરેલી ફરિયાદ અરજી મુદ્દે બે પરિવાર બાખડ્યા હતા જેમાં સામસામી ફરીયાદો નોંધાઇ છે, તો જુની સુંદરપુરીમાં દુકાનદારે બીડીના બંડલ પેટે પૈસા માગતાં બે જણાએ તેને માર મારી દુકાનમાં તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે.

મહેશવરીનગરમાં રહેતા 29 વર્ષીય મનોજ બાબુભાઇ ફમાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમણે કરેલી ફરિયાદ અરજી પરત ખેંચવા મુદ્દે બોલાચાલી થયા બાદ પચાણ મતિયા, કિશોર મતિયા, વિનોદ, જગદિશ, પ્રકાશ, દિનેશ, દિનેશ એમ સાત જણાઅને અન્ય અજાણ્યા લોકો સાથે આવી લોખંડના પાઇપ અને ધારીયાથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી તો કીશોરે ફરિયાદીએ ગળામાં પહેરેલી સોનાની ચેન પણ ખેંચી હોવાની ફરિયાદ નોંધાવી છે.

તો સામે પક્ષે મહેશ્વરીનગરમાં જ રહેતા 40 વર્ષીય લક્ષ્મીબેન બુધ્ધાભાઇ ફફલે મનોજ બાબુ ફમા વીરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે, અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી મનોજ ઘરનો ગેટ ખખડાવીને આવ્યો હતો અને ભૂંડી ગાળો આપવા લાગ્યો હતો જેને જતા રહેવાનું કહેતાં તેણે લક્ષ્મીબેનનું ગળું દબાવી નીચે પાડી દીધા હતા અને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ-ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં જુની સુંદરપુરીના ધોબીઘાટ પાસે કસ્તૂરી બાગ અંબેમાના મંદિર પાસે રહેતા અને ઘરની બહાર જ કરિયાણાની દુકાન ચલાવતા 23 વર્ષીય ગ્યાનદત્ત નાનકુન મૌર્ય તા.9/3 ના સવારે પોતાની દુકાન પર હતા તે દરમિયાન રાત્રે 9-30 વાગ્યાના અરસામાં સુંદરપુરીમાં જ રહેતા મેહુલ પરમાર અને નરેશ સીંચ તેમની દુકાને આવ્યા હતા. તેમણે બીડીનું એક બંડલ આપવા જણાવતાં ગ્યાનદત્તે બીડીનું બંડલ આપી દીધા બાદ પૈસા ચુકવ્યા વગર તેઓ જઇ રહ્યા હતા ત્યારે દુકાનદાર ગ્યાનદત્તે તેમને બીડીના બંડલના પૈસા આપવાનું કહેતાં ઉશ્કેરાયેલા બન્ને જણાએ તેમને ધક બુશટનો માર મારી પ્થ્થરોના છૂટા ઘા કરી તેમના ભાભી સુમનદેવીને પણ ઇજા પ્હોંચાડી હતી, તો દુકાનના પતરાં તોડફોડ કરી નુકશાન પણ પહોંચાડ્યું હતું. આ બનાવ સમયે ગ્યાનદત્તના પરિવારજનો આવી જતાં તેઓ જાનથી મારી નાખવાનીછ ધમકી આપી ચાલ્યા ગયા હતા. પોલીસે બન્ને આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હા.બોર્ડ ઝુંપડામાં છોકરાઓ મુદ્દે મારામારી

ગા઼ધીધામ ગુજરાત હાઉસિંગ બોર્ડ ઝુંપડામાં રહેતા બાબુભાઇ રણછોડભાઇ કોલીએ ફરિયાદ નોંધાવી છે કે નાના છોકરાઓ બાબતે બોલાચાલી બાદ તે વાતનું મનદુ:ખ રાખી શંકર કોલી અને શ્યામ કોલીએ પહેલાં ધક બુશટનો માર મારી લાકડાની ફાડ જમણા પગમાં ફટકારી ઇજા પહોંચાડી છે. પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો