Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડવીના મામલતદાર, પોલીસ મુન્દ્રાના પ્રાંતને ગણકારતા નથી
માંડવીના બીચ પર ચાલતી ગેરકાયદે રાઇડ્સ બાબતે મુન્દ્રાના પ્રાંત અધિકારીઅે વિગતો માગી બે દિવસમાં પ્રત્યુત્તર પાઠવવા તાકીદ કરી હતી જેને ઘોળીને પી જવાઇ હોય તેમ માંડવીના મામલતદાર અને પોલીસે અેક માસ વીત્યો હોવા છતાં કોઇ વિગતો અાપી નથી.
સમુદ્ર તટે અેટીવી બાઇકનો રાફડો ફાટ્ય હોય તેમ નિયમોને નેવે મૂકીને દોડતી હોવાની વાત ધ્યાને અાવતાં મુન્દ્રા પ્રાંત અધિકારી કે. જી. ચાૈધરીઅે તા. 3/2ના માંડવીના મામલતદાર અને પોલીસને પત્ર પાઠવીને અા પ્રકારની બાઇક પાસે જરૂરી અાધાર-પુરાવા અને લાઇસન્સ છે કે કેમ તેની વિગતો માગી હતી. અા માહિતી બે દિવસમાં અાપવા પત્રમાં તાકીદ કરાઇ હતી પણ અાજ સુધી તેની પૂર્તતા ન થવાથી અેટીવી બાઇક બેફામ દોડી રહી છે પરિણામે પ્રવાસીઅોની સુરક્ષા અને વીમા કવચ સહિતના મુદ્દે પ્રશ્નાર્થ ખડો થયો છે.
બીચ પર ચાલતી ગેરકાયદે રાઇડ્સ બાબતે કરાતા ‘અાંખ અાડા કાન’
માહિતી અાપવા જણાવ્યું હોવા છતાં 1 માસથી નથી અપાઇ