કંડલા ઝોન પાસે છરી સાથે એક શખસને પોલીસે પકડ્યો

Gandhidham News - police arrested a man with a knife near the kandla zone 063112

DivyaBhaskar News Network

Dec 15, 2019, 06:31 AM IST
કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પાસે છરી સાથે રાખી ફરી રહેલા કંડલાના શખસને બી-ડિવિઝન પોલીસે પકડી લઇ તેના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

ગત સાંજે 6 વાગ્યાના અરસામાં બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કંડલા સ્પેશીયલ ઇકોનોમીક ઝોન પાસે કંડલાના પોલીસ મથક પાસે રહેતા ઇબ્રાહીમ જુસબભાઇ છેરને છરી સાથે પકડી લીધો હતો અને તેના વિરુધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકના કોન્સટેબલ રાજા હીરાગરે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કંડલામાં અવાર નવાર હથિયાર સાથે મારામારીના બનાવો બનતા રહે છે.

X
Gandhidham News - police arrested a man with a knife near the kandla zone 063112

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી