તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીએમ શ્રમયોગી માનધન યોજનાની જાણકારી અપાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાપ્રધાન દ્વારા અસંગઠીત શ્રમયોગી માટે જાહેર કરવામાં આવેલ પેન્શન યોજના પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ સંકુલના મહત્તમ અસંગઠીત શ્રમયોગીઓને મળી શકે તે માટે જાણકારી આપતો કાર્યક્રમ તા. 26ના રોજ સાંજે 5 કલાકે ગાંધીધામ ચેમ્બર ખાતે રાખવામાં આવ્યો છે. જેમાં અંજારના સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ ડો. વી.કે.જોષી, આસીસ્ટન્ટ લેબર કમીશ્નર જે.આર.જાડેજા હાજરી આપશે.

માનદ મંત્રી આશીષ જોષીએ જણાવ્યુ છે કે પીએફ, ઇએસઆઇસી, એનપીસી જેવી પેન્શન યોજનાઓ હેઠળ ન જોડાયેલા અને 15 હજારથી ઓછી આવક વાળા 18 થી 40 વર્ષ વાળા શ્રમયોગીઓ રૂા. 55 ભરીને આ યોજનાનો લાભ લઇ શકે છે. શ્રમયોગીઓ દ્વારા જમા કરાવવામાં આવેલી રકમ જેટલીજ રકમ કેંદ્ર સરકાર પણ જમા કરશે, અને 60 વર્ષે પુર્ણ થયે શ્રમજીવીને માસીક ત્રણ હજારનું પેન્શન બેંકના ખાતામાં જમા થશે. જ્યારે ચેમ્બરના પ્રમુખ દિનેશ ગુપ્તાએ સંકુલના તમામ વ્યાપારીને સંગઠનો આ કાર્યક્રમમાં જોડાઇને તેમની પાસે કામ કરતા અસંગઠીત શ્રમયોગીને પીએમની યોજનાનો લાભ અપાવવા ઇજન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો