તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડાયમાં પીર ફતેહમહંમદનો ઉર્ષ ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોડાયમાં પીર ફતેહમહંમદના ઉર્ષ-મેળાની બે દિવસીય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાત્રે નમાઝ બાદ જુમ્મા મસ્જીદથી દરગાહ શરીફ ઉપર મૌલુદના સાથે ચાદરપોશી લઈ જવામાં આવી હતી, ત્યારબાદ અન્ય ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યાં હતા.

બીજા દિવસે બખ મલાખડા હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં ખલિફા અસલમ, મુબારક જત, આરીફ રાયમાં, ઇમરાન નોતીયાર અને નસીરા કુંભાર વિજેતા થયા હતા. જેઅોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાવામાં અાવ્યાં હતા. જેનું સંચાલન જાફર કુંભાર, હાસમ સેખજાદા, અબ્દુલ્લા ખત્રી, ઇબ્રાહિમભાઈ જુણેજા(માંડવી), મુસ્તાક હાલા, અલીમામદ સેખજાદા, મજીદ જુણેજા, ઇસ્માઇલબાવા કુરેશીએ કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ સરપંચ વિરલભાઈ જોશી તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. અા ઉર્ષમેળાનું આયોજન પીર ફતેહમહંમદ જાગીર સમિતિ અને કોડાય સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો