તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેમના ઈરાદા બુલંદ છે, તેવી વ્યક્તિઓ આધ્યાત્મિકતાની મદદથી યશ મેળવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રશાંત ફાઉન્ડેશનના સહયોગથી \\\'સફળ જીવન અને આધ્યાત્મિકતા\\\' વિષય પર આચાર્ય પ્રશાંતના વાર્તાલાપનું આયોજન કરાયુ હતુ. આચાર્યે IIT અને IIMમા અભ્યાસ કર્યા બાદ સીવીલ સર્વિસમાં સેવા આપીને તેમણે સંસ્થાની સ્થાપના કરી હતી.

સોશ્યલ મીડીયાના માધ્યમ તેવો જાણીતા થયા છે. કાર્યક્રમની શરુઆત શાંતિ પાઠના પઠનથી થતા સહુ શ્રોતાઓ પ્રવાહમાં નિતાંત પ્રવાહમાં સરી પડ્યાનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ શ્રોતાઓએ લેખીત પ્રશ્નો રજુ કર્યા હતા.

જેના જવાબ આપીને આધ્યાત્મિક રીતે તેમણે માર્ગદર્શન આપ્યુ હતુ. જીવન યાત્રામામ ઘર, વ્યવસાય, વેપાર સાથે આધ્યાત્મિકતાનું સંતુલન કેવી રીતે બનાવી શકાય તેના પર પ્રકાશ પાડીને તેમના અનુસાર સફળ જીવન માટૅ આધ્યાત્મિકતા ખુબ અનિવાર્ય હોવાનું અને જેના ઈરાદા બુલંદ હોય છે, તે સત્ય તરફ આગળ વધતાં આધ્યાત્મિકતાની મદદથી પ્રસંશા અને યશ મેળવે છે.

બહારની સફળતા માટૅ અંતરમનમાં ઉંડુ જવું જોઇએ જે માટૅ આધ્યાત્મિકતા સફળ માર્ગ છે તેમ કહિ જિંદગીના વિવિધ પાસાઓને અનુલક્ષીને પ્રશ્નોના પ્રત્યુતર આપ્યા હતા. ચેમ્બર મંત્રી આશિષ જોષીએ સહુએ આયોજનને આવકાર્યો હોવાનું જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...