તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાયણસરોવરના પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી તબીબ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નારાયણસરોવરના પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી તબીબ ન હોતાં દર્દીઅોને નાછૂટકે વર્માનગર કે દયાપર સુધી લાંબા થવું પડતું હોવાથી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગ કરાઇ છે.

અાધુનિક અારોગ્ય કેન્દ્રમાં છેલ્લા સપ્તાહથી ડોક્ટર ન અાવતાં દર્દીઅો મુશ્કેલીમાં મુકાય છે તેવી રજૂઅાત નિકુંજ જોશીઅે અારોગ્ય વિભાગને કરી હતી. હાલે કાળઝાળ ગરમી પડી રહી હોવાથી બીમારીઅે માથું ઉંચક્યું છે તેવામાં અારોગ્ય કેન્દ્ર તબીબ વિહોણુ બન્યું છે. અા સંજોગોમાં સ્થાનિક અને અાસપાસના ગામોના દર્દીઅોને પરેશાની થાય છે તેમ તેણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે નારાયણ સરોવરમાં આરોગ્ય વિભાગ દ્વારા આધુનિક આરોગ્ય કેન્દ્ર બનાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...