તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસહ્ય ગરમીનો ભોગ બનતા લોકોને ગઇ કાલે વાતાવરણમાં આવેલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અસહ્ય ગરમીનો ભોગ બનતા લોકોને ગઇ કાલે વાતાવરણમાં આવેલા પલ્ટાથી રાહત થઇ હતી. તાપમાનમાં અંદાજે 5 ડીગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો, જ્યારે વાદળછાયું વાતાવરણ આજે પણ યથાવત રહ્યું હતું. વાતાવરણમાં આવેલા પલ્ટાથી જનજીવનને થોડીઘણી અસર પણ જોવા મળી રહી છે.

ભારે ગરમીના કારણે જનજીવનમાં તેની અસર જોવા મળી હતી. ગરમીના પ્રકોપને લીધે ખાસ કરીને બપોરના સમયે તો રસ્તા સુમસાન ભાસતા હતા અને જે વિસ્તારો ધમધમતા હતા તેમાં ઓટ આવી હતી. અંદાજે 40 ડીગ્રી તાપમાનથી લોકો આકુળ વ્યાકુળ બની ગયા હતા. દરમિયાન સોમવારે આવેલા વાતાવરણમાં પલ્ટાને લીધે લોકોએ થોડોઘણો હાસકારો અનુભવ્યો હતો. કારણ કે, તાપમાન ઘટવાની સાથે ગરમીનું પ્રમાણ પણ ઓછું થયું હતું. જ્યારે બીજી તરફ ગઇ કાલે પવન ફૂંકાયો હતો તેની સરખામણીએ આજે ગતિ ઓછી થઇ જતાં રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...