પડાણા આગના પગલે લોકોને ખસેડાયા

ઈઆરસી, ટીમ્બર એસો. સહિતની ફાયરબ્રીગેડ ટીમ સ્થળ પર તૈનાત

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2019, 02:20 AM
Gandhidham News - people moved in the wake of the fatal fire 022030

પડાણાની સીમમાં આવેલી બેંક દ્વારા સીલ કરાયેલી કંપનીમાં બુધવારે કોઇ રીતે આગ ફાટી નિકળી હતી, કંપનીની અંદર સલ્ફરનો જથ્થો સ્ટોરેજ કરાયો હતો, જેણે તે આગ પકડી લેતા પ્રવાહી સ્વરુપે તે બહાર નિકળ્યુ હતુ અને આસપાસના વિસ્તારોમાં સળગતી સ્થીતીમાં ફેલાઈ ગયુ હતુ. સરકારી કાફલો સ્થળ પર દોડતો આવી પહોંચ્યો હતો અને માટી નાખવાથી લઈ સ્થળ ને કોર્ડન કરવા સુધીના પગલા એસડીએમ જોષી, મામલતદાર સહિતના દ્વારા લેવાયા હતા. ત્રીજા દિવસે પણ સંપુર્ણ રીતે સ્થીતી પર કાબુ આવી શકાયો નથી. આ અંગે નાયબ મામલતદાર વૈભવભાઈ વ્યાસે જણાવ્યુ હતુ કે ચોથા દિવસે તે કાબુમાં આવી જશે તેવુ પ્રાથમીક નજરે લાગી રહ્યુ છે અને તે વધુ ન ફેલાય તે માટે જરુરી પગલા ભરાયા છે. પડાણાના સરપંચ ધનજીભાઈ આહીરે સરકારી સ્ટાફ અને ગ્રામ પંચાયત દ્વારા ખડૅપગે સમગ્ર સ્થીતીની મોનીટરીંગ કરાઈ રહ્યાનું અને બાજુમાં આવેલા ટીમ્બર, મીઠાના કારખાનામાં કામ કરતા લોકોને નજીકના મંદિર, શાળા જેવા સ્થળોએ અગમચેતીના ભાગ રુપે ખસેડવામાં આવ્યા હોવાનું કહ્યુ હતુ.

મગફળી આગ સહિતની ઘટનાઓ તાજી થઈ

અગાઉ ચકચારી મગફળી ગોડાઉનમાં આગ લાગી હતી તે લાગલગાટ ત્રણ દિવસોથી વધુ સમય સુધી ચાલી રહી હતી. આજ પ્રકારે અગાઉ અંજાર તાલુકાના કેમીકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં ટૅકનીકલ સમસ્યાઓના કારણે બુઝાવવામાં સમસ્યા પડી હતી તે યાદો પણ તાજી થઈ હતી.

કેમીકલની આગને કાબૂમાં લાવવા તંત્ર પાસે પુરતી સુવિધાનો અભાવ ઉડીને આંખે વળગ્યો

સલ્ફરથી ઉત્પન થતી આગ અંગે કેટલીક ધાર્મીક પુસ્તકોમાં નર્કની આગની તુલના કરાઈ છે. તેમા રહેલા વિશેષ રસાયણોના કારણે તે બ્લુ, કેસરી અને ચમકદાર પ્રકાશ બનાવે છે, જે દેખાવમાં તો રસપ્રદ લાગે છે પરંતુ તેનો ધુમાડો ખુબ ઘાતક છે. કચ્છમાં ઔધોગિક ગતીવીધી તેજ છે ત્યારે આ પ્રકારના કેમીકલ આગની સામે પ્રશાસન કેટલુ તૈયાર છે તે આવી ઘટનાઓ દર્શાવે છે. સક્રિયતા તો પહેલાજ દિવસથી પ્રશાસને દાખવી હતી પરંતુ પર્યાવરણના ભોગે જે તે જથ્થો સંપુર્ણ બળી જાય તેજ ઓપ્શન બચી રહ્યુ હતુ? તે પ્રશ્ન પણ ઉઠવા પામ્યો છે. માટી નાખવાના પ્રયાસો નિષ્ફળ સાબીત થયાનો બચાવ તંત્ર કરી રહ્યુ છે.

X
Gandhidham News - people moved in the wake of the fatal fire 022030
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App