તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારમાં ઢોલના તાલે નીકળેલા જાનૈયાઓને નિહાળવા લોકો ઉમટ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત આખામાં એકમાત્ર અંજારમાં છેલ્લા અંદાજીત 214 વર્ષથી ધુળેટીના દિવસે ઘેરનું આયોજન કરાય છે. જે પરંપરા મુજબ આ વર્ષે પણ ઘેરનું આયોજન કરી લગ્નને લગ્નને અખંડ કુંવારા ઇશાકચન્દ્રના લગ્નોત્સવમાં ઘેરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધુળેટીના 1 સપ્તાહ પહેલા માણેકસ્તંભ રોપી આ લગ્નોત્સવ શરૂ થયું હતું. જેમાં તમામ રીત રસમ કરવામાં આવ્યા હતા. શહેરના આશાપુરા મંદિરના સ્થાપક ચુનીમામાએ અંદાજીત 214 વર્ષ પહેલાં આ પરંપરાને શરૂ કરી હતી જે આજે પણ હોળી-ઘેર ઉત્સવ સમિતિના નેજા હેઠળ યથાવત રહી છે. આ ઉજવણીના ભાગ રૂપે એક અઠવાડિયા પહેલાથી જ ઢોલ - વાજિંત્રોના તાલે દરરોજ સાંજે ઉજવણી કરાઈ હતી અને ધુળેટીના દિવસે ઘેર (વરઘોડો) કાઢવામાં આવ્યો હતો. આ ઘેરની શરૂઆત આશાપુરા મંદિરેથી કરાયા બાદ લોહાર ચોક, 12 મીટર રોડ, મચ્છીપીઠ, સવાસર નાકા થઈ મંદિર પરત ફરી હતી અને ઘેરની પૂર્ણાહુતિએ આમંત્રીતોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ વરઘોડા (ઘેર)માં ઢોલ, ડીજે, વાજિંત્ર સાથે મોટી સંખ્યામાં શહેર તેમજ ગામડાના લોકો જોડાયા હતા. ઊંટગાડી તેમજ લોકો દ્વારા લેવામાં આવતી ધમાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ આયોજનમાં નાતી જાતિના ભેદભાવ વગર તમામ કોમના લોકો જોડાયા હતા અને ઇશાક-ઇશાકડીના પાત્રો જે પુરુષો દ્વારા જ ભજવવામાં આવે છે, તે ઉત્સવનો આનંદ પૂર્વક લ્હાવો
લીધો હતો.

ધુળેટીના દિવસે અખંડ કુંવારા ઇશાકચન્દ્રના લગ્ન યોજાયા


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો