મેઘપર પાસે પવનચક્કીનું કામ કરતી કંપનીને 40 લાખનો દંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપત તાલુકાના મેઘપર પાસે પવનચક્કીનું કામ કરતી કંપનીને ખનીજ ચોરી કરવા બદલ 40 લાખ જેટલો દંડ ભરવાની નોટિસ ફટકારવામાં અાવી હતી. અગાઉ બે વાર અા જ કંપનીને દંડ ફટકારતી નોટિસ પાઠવાઇ ચૂકી છે.

અરજદાર રમેશ અરજણ બલિયા અને રતનજી હરીસંગ રાઠોડે અાઇનોક્ષ કંપની સામે ખનીજ ચોરી સબબ કરેલી રજૂઅાતના પગલે ખાણ ખનીજ વિભાગ દ્વારા ગુગલ ઇમેજ તૈયાર કરાઇ હતી અને તા. 3/4ના તપાસ કરતાં અાઇનોક્ષ વિન્ડ ઇનફ્રાસ્ટ્રક્ચર સર્વિસ કેર અોફ મનોહરસિંહ અેન્ડ કંપની દ્વારા જુણાચાય ખાતેથી ખારી નદીમાંથી 1468.43 મેટ્રિક ટન અને વાલકા ખાતેની નદીમાંથી 9355.55 મેટ્રિક ટન સાદી રેતીનો ગેરકાયદે સંગ્રહ કરાયો હોવાનું જણાયું હતું. અામ કુલ્લ 10824 મેટ્રિક ટન રેતીના સંગ્રહ બદલ તેના અાધાર પુરાવા રજૂ કરવા કંપનીને 3 દિવસની મહેતલ અાપવામાં અાવી હતી. કંપનીના પ્રતિનિધિ દ્વારા અન્ય લીઝમાંથી રાત્રિના ભાગે અા રેતી અાવી હોવાનું જણાવાયું હતું.

અામ અા ખુલાસો યોગ્ય ન લાગતાં કંપનીને વધુ અેકવાર 39,51,037 રૂપિયાનો દંડ ભરવાની નોટિસ ફટકારવામાં અાવી હતી. જો કે, અા નોટિસમાં સુનાવણીની તક મળે તે માટે લેખિત રજૂઅાત કરવા 30 દિવસની મહેતલ અાપવામાં અાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અા કંપની દ્વારા કરાતાં ગેરકાયદે ખોદકામ અને ખનીજ ચોરીને અગાઉ જાગૃત ગ્રામજનોઅે રાત્રિના સમયે પકડી પાડવામા અાવી હતી. તો વળી અા કંપનીને અા પહેલાં ખનીજ ચોરી બદલ પ્રથમવાર 60 લાખ અને બીજીવાર 15 લાખનો દંડ ફટકારતી નોટિસ પાઠવાઇ ચૂકી છે. ગ્રામજનોઅે કરેલા અાક્ષેપો મુજબ જ્યારથી અા વિસ્તારમાં પવનચક્કી નિર્માણનું કામ શરૂ થયું છે ત્યારથી ખનીજ ચોરી તેમજ પર્યાવરણને નુક્સાન સહિતના મુદ્દા વારંવાર ઉઠ્યા છે પણ અાજ સુધી કાયદેસર પગલાં ભરાયાં નથી.