તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નખત્રાણામાં બાળરોગ નિદાન કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નખત્રાણા | નખત્રાણા તાલુકાના વિથોણ પીઅેચસી ખાતે માતૃસ્પર્શ હોસ્પિટલ નખત્રાણા તમેજ તાલુકા હેલ્થ કચેરી અને સંકલીત બાળ વિકાસ યોજના કચેરીના સંયુક્ત ઉપક્રમે નિશૂલ્ક બાળ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. અા પ્રસંગે હોસ્પિટલના વસંત કોડરાણી, તાલુકા ભાજપના પ્રમુખ દિલીપ નરસીંગાણી, પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખ રાજેશ પલણ, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન દિનેશ રૂદાણી, ખેંગારભાઇ, ઉપસરપંચ હુસેન ચાકી, મંગલ રબારી, કાંતિ મીસ્ત્રી, શાંતિલાલ નાથાણી, બાબુભાઇ પટેલ, બાળરોગ નિષ્ણાંત ડો. શશીન્દ્ર ભનારીયા, ડો. પ્રકાશ સોંદરવા, ડો. અજય ત્રીવેદી, ફાર્માસીસ્ટ બીજલબેન જોષી સહિતનાઅોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં અાવ્યું હતું. અા પ્રકારના કેમ્પનું અાયોજનમાં લોકોની સાથે લોકોને અારોગ્યલક્ષી જ્ઞાન પણ મળી રહેતુ હોવાની લાગણી વ્યક્ત કરવામાં અાવી હતી. બાળ મરણના અાંકડાઅો અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં અાવી હતી. મા અમૃતમ અને બાળસખા જેવી યોજના હેઠળ લાભાર્થીને લાભ અાપી બાળ મૃત્યુદર ઘટાડી શકાય છે. અા કેમ્પને સફળ બનાવવા દિપક દવે, અરવીંદ ઠાકોર, મયુર ઠક્કર, દમયંતીબેન ગોહિલ, વર્ષાબેન સોઢા, પીઅેચસીના તુષાર પંડ્યા, ઇમ્તીયાઝ સાટી સહિતના સભ્યોઅે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો