પરિણિતાએ 4 સાસરિયા વિરૂધ્ધ ફોજદારી નોંધાવી

Gandhidham News - parineeta filed criminal proceedings against 4 sassaria 063117

DivyaBhaskar News Network

Dec 15, 2019, 06:31 AM IST
કિડાણામાં પોતાના માવતરના ઘરે રહેતી પરિણિતાએ પતિ સહિત ચાર સાસરિયા વિરુધ્ધ શારિરિક માનસિક ત્રાસ આપી ઇલેક્ટ્રોનિક માધ્યમથી તલાક આપી હોવાની ફરીયાદ આદિપુર મહિલા પોલીસ મથકે દાખલ કરાવી છે.

કિડાણા ખાતે પોતાના માવતરના ઘરે રહેતા 24 વર્ષીય જન્નતબેન યાશીનશા સૈયદે ફરિયાદ નોંધાવી છે કે, તેના લગ્ન વર્ષ-2016માં અંજારના વીડી ગામમાં રહેતા જલાલશા હાજી બાવાના પુત્ર યાશીનશા સાથે સમાજના રીત રિવાજ મુજબ થયેલા લગ્નના દોઢ વર્ષ બાદ પતિ યાશીનશા નાની નાની બાબતોમાં પરેશાન કરવા લાગ્યો હતો અને પછી સાસુ બાઇમા જલાલશા સૈયદ, જેઠ નુરશા જલાલશા સૈયદ અને હયાતશા જલાલશા સૈયદની સતત ચડામણીથી પતિએ મારકુટ કરી સતત શારીરિક માનસિક ત્રાસ આપ્યા ઉપરાંત મોબાઇલ ઉપર ફોન કરી સરીયતના હિસાબે તને તલાક આપું છું કહી તલાક આપી યાશિનશાએ સબંધ પુરો કરવાની વાત કરી હતી. પોલીસે ચારે સાસરીયા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અહીં નોંધવું રહ્યું કે, આ પ્રકારના કિસ્સા અગાઉ પણ સામે આવી ચૂક્યા છે.

X
Gandhidham News - parineeta filed criminal proceedings against 4 sassaria 063117
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી