તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકો મુંઝાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ- આદિપુરમાં કેટલાક સ્થળોએ લાખો રૂપિયાના ખર્ચે સંસ્થાઓ દ્વારા નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ ઉમંગભેર માતાજીની આરાધના કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. પ્રોફેશનલ અને બિનપ્રોફેશનલ ગરબાના આયોજકોને હાલ વરસાદ પડતાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ જતાં મુંઝવણમાં મુકાઇ જવું પડયું છે. ખેલૈયાઓ સારી રીતે રમી શકે અને ગ્રાઉન્ડમાં પાણીનો નિકાલ થાય તે માટે હવે બે દિવસ વરસાદ ન પડે આવે તેવી પણ આશા રાખવાની સાથે સાથે કેટલાક આયોજકો દ્વારા હવે કપચી નાખવા માટેનો ખર્ચ કરવો પડશે.

સંકુલમાં અંદાજે 80થી વધુ સ્થળોએ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ આવે તેવી આગાહી થઇ ચુકી છે. સંકુલના કેટલાય આયોજકો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને ગરબાનું આયોજન કર્યું છે. દિવાળી સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતાને પગલે આ વખતે નવરાત્રિમાં ખેલૈયાઓ કેવી રીતે રમશે તે અંગે પણ કેટલાક આયોજકોમાં મુંઝવણ જોવા મળી રહી છે. દરમિયાન આજે વરસેલા વરસાદને કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ગયા હતા. હવે ગ્રાઉન્ડમાં ભુસી કે કપચી નાખવા માટે હજારો રૂપિયાનો ખર્ચો કરવો પડે તેવી સ્થિતિ આવશે.

અન્ય સમાચારો પણ છે...