Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
50મા ગ્લોબલ જ્યુબીલી મ્યુઝીક સહિતનું આયોજન
ભારતીય સંસ્કૃતિ અને ભારતીય કલા સભ્યતા ને લઈને કચ્છમાં પણ હવે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ કાર્યક્રમના આયોજન કરી રહી છે.
દક્ષિણ ભારતની હીડન આઇડલ સંસ્થા દ્વારા સમગ્ર ભારત વર્ષમાં 17 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી સુધી ઉત્સવ2020 ની ઉજવણી થનાર છે. આ નૃત્ય ઉત્સવમાં કચ્છની 10 નૃત્ય સંસ્થાઓ ના લગભગ 300 થી વધુ કલાકારો ભાગ લઈ રહ્યાં હોય મહા ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. ગાંધીધામના લીલાશાહ નગર ખાતે આવેલ શિવ મંદિરના પટાંગણમાં તા.12 જાન્યુઆરીના સાંજે પાંચ વાગ્યાથી નૃત્યાંગનાઓ પોતાની પ્રસ્તુતિ રજૂ કરશે. માર્ગમ ડાન્સ એકેડમીના સંચાલક અને સિંકો એકેડમીના કૌશલ છાયાના સંયોજનમાં કચ્છભરની 10 સંસ્થાઓના કલાગુરુ પોતાની વિદ્યાર્થીનીઓને મહોત્સવમાં ભાગ લેવડાવશે. લીલાશાહ નગર સ્થિત શિવ મંદિર ટ્રસ્ટીઓએ આ મહોત્સવમાં મદદરૂપ થઈ રહ્યા છે. ફેસ્ટિવલમાં ભાગ લેનાર ને પ્રોત્સાહિત કરવા અનુરોધ કરાયો છે.
ભાગ લેનાર સંસ્થા, એમના કલાગુરુ
માર્ગમ ડાન્સ એકેડમી (ધારા શાહ), નાટ્યાલય સ્કૂલ ઓફ ડાન્સ (સુમા મોહન), સિંકો અકાદમી ટ્રસ્ટ (નિરાલી પંડ્યા), નૂપુર ડાન્સ એકેડેમી (વૈશાલી સોલંકી), કલાક્ષેત્ર ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ ભુજ (કૃપલ સોમપુરા)સત્વ સ્કૂલ ઓફ ડાન્સ માધાપર (પલ્લવી રાઠોડ), નટરાજ ડાન્સ એકેડમી માધાપર (રાધિકા ટાંક), શિવરંજની ડાન્સ એકેડેમી (કૃતિ પંડ્યા), માર્ગમ ડાન્સ એકેડમી આદિપુર (હિરેન પંડ્યા), અને રિયાઝ ડાન્સ એકેડેમી માંડવી (કિંજલ શાહ)નો સમાવેશ થાય છે.