તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંપનીને મિલકતો ખાલી કરવાના ઓર્ડરને રદ્દ કરાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામ કોર્ટે 18 વર્ષે જુના કેસમાં મિલકત ધારકને ખાલી કરવાના નિર્દેશને રદ કરીને કંપનીને રજુઆત કરવાની પુરતી તક આપી કેસ ફરી ચલાવવા જણાવ્યું હતું. જેમાં મંદી અને નિર્યાતમાં રુપીયા ફસાયા હોવાથી યોગ્ય રજુઆતનો મોકો મળ્યો ન હોવાનુ કારણ જણાવાયું છે. કોર્ટે તેમને યોગ્ય રજુઆત માટે સમય આપવા કેસ ફરીથી ચલાવવાનો નિર્ણય આપ્યો હતો.

કંડલા સ્પેશયલ ઈકોનોમીક ઝોનમાં મે. ટેવોય અપેરલ્સ. લી. વિવિધ શેડ અને પ્લોટ ધરાવતી કંપની હતી. જેમાં ધંધામાં મંદી અને વિદેશમાં નિર્યાતમાં નાણા અટવાયેલા હોવાથી ભાડુ ન ચુકવી શકાયાનો પક્ષ રખાયો હતો. ત્યારબાદ કંડલા ફ્રી ટ્રેડ ઝોન દ્વારા પબ્લિક પ્રીમાસીઝ એક્ટ તળે એસ્ટેટ ઓફિસરની નિમણુંક કરીને મિલકત ધારા મે. ટેવોય અપેરલ્સ સામે કાર્યવાહી હાથ ધરી મિલકતોને ખાલી કરવાનો હુકમ કર્યો હતો. ત્યારે કંપનીના સંચાલકો યોગ્ય બચાવ કરી શક્યા નહતા. આ અંગે મે. ટેવોય અપેરલ્સએ એડી. ડિસ્ટ્રીક્ટ કોર્ટ,, ગાંધીધામ સમક્ષ પડકારતા સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ચુકાદાઓ અને સિદ્ધાંતો રજુ કરાતા એડી. ડીસ્ટ્રીક્ટ જજ દ્વારા ઈવીક્શન ઓર્ડર રદ કરીને કંપનીને રજુઆત કરવાની પુરતી અને યોગ્ય તક આપીને કેસ ફરીથી ચલાવવા જણાવ્યું હતું. આ કેસને 2002માં દાખલ કરાયો હતો, તેનો મિલકત ધારકની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. જેમાં ફરીયાદ પક્ષે એડવોકેટ એ.એન.કેલા, લલિત એ. કેલા, મંજુલા કેલા હાજર રહીને કાર્યવાહી કરી હતી.

18 વર્ષે મિલકત ધારકની તરફેણમાં ચુકાદો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો