તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોટલ લોસ થયેલ કારની વિમાની રકમ વ્યાજ સહિત ચૂકવવા ફોરમનો હુકમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના વ્યક્તિની કાર ટોટલ લોસ થઈ ગઈ હોવા છતાં વીમા કંપની દ્વારા બહાનું બતાવી ક્લેઇમ પાસ ન કરતા જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ફોરમે ફરિયાદી પક્ષે હુકમ આપી વીમા કંપનીને વિમાની રકમ ઉપરાંત કેશ દાખલ થયાની તારીખથી 7 ટકા વ્યાજ તેમજ ફરિયાદ ખર્ચ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.

ગાંધીધામના અભીષેક ફુલચંદ દરકની માલીકીની ટોયોટા કોરોલા અલ્ટીસ કાર નં. જીજે 12 સિડી 0462ને તા. 9/05/15ના હળવદ નજીક ગંભીર અકસ્માત નડ્યો હતો અને વાહન ટોટલ લોસ થયું હતું. અકસ્માત વખતે આ કારનો વિમો મેગ્મા એચ.ડી.આઈ. જનરલ ઇન્સ્યોરન્સ કં.લી. માંથી લીધેલ હતો. જેથી વિમા કંપની સમક્ષ વાહનની નુકશાનીનો કલેઈમ મુકતા વિમા કંપની દ્વારા કલેઈમનું ચુકવણુ જે તે કારણોસર નકારેલ હતું. આમ વાહન નુકશાનીની રકમ ન ચુકવતા વિમા કંપની વિરૂધ્ધ ગ્રાહક તકરાર ફોરમ સમક્ષ ફરીયાદ દાખલ કરતાં બન્ને પક્ષોની દલીલો સાંભળી કચ્છ જીલ્લા ફોરમ દ્વારા ફરીયાદીની માંગણી મંજુર કરી વિમા કંપનીને વાહનની આકારેલ કિંમત રકમ રૂા. 12 લાખ અરજી દાખલ તારીખથી 7 ટકા વ્યાજ તથા ફરીયાદ અરજી ખર્ચ સાથે ચુકવવા હુકમ કર્યો હતો. વકીલ અનિલ કે. બાંભણિયા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...