માંડવી સુધરાઇ દ્વારા પાણીના એક લાખ પાઉચ જપ્ત કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી સુધરાઇએ સીંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધના આદેશની અમલવારી કરવા લાલ આંખ કરી છે. પાલિકાના કર્મચારીઓએ દરોડા પાડી એક લાખ પાણીના પાાઉચ પેકેઝીંગ મશીનરી સહિત દોઢ લાખ રૂપિયાનો અનધિકૃત માલ જપ્ત કરી વધારામાં પાંચ હજારનો દંડ પણ વસૂલતા વેપારી વર્ગમાં સોપો પડી ગયો હતો.

દુર્ગાપુર રોડ પર આવેલા સહજાનંદ બેવરેજીસ અને ફેસ ગોલ્ડના વાણિજ્ય સંકુલમાં પાલિકાની ટીમ ત્રાટકી હતી. પાણીના અનધિકૃત એક લાખ પાઉચ અને પેકેજીંગ મશીનરી તેમજ કાચા માલ સાથે દોઢ લાખની રકમનો માલ સામાન દરોડો પાડી ત્રણ ટ્રેકટર ભરાય એટલો માલ જપ્ત કર્યો હતો.

જિલ્લા કલેકટર એમ નાગરાજનના આદેશને પગલે 50 માઇક્રોનથી ઓછી જાડાઇવાળા પ્લાસ્ટિકના પાઉચ જપ્ત કરવામાં આવ્યા હતાં. ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ કામગીરીમાં કર્મચારીઓ કાનજી શિરોખા, મનજી પરમાર, ચેતન જોષી, રમેશ ઝાલા, નુરમામદ, ભરત ડાંગેરા જોડાયા હતાં. માંડવીને ઝીરો વેસ્ટ સિટી બનાવવાના ભાગરૂપે તા. 14 નવેમ્બર સુધી કામગીરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...