તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એફસીઆઇ કોલોનીમાં યુવાનની હત્યા કરનાર એક કીશોર પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનીએફસીઆઈ કોલોની વિસ્તારમાં ગત 24 માર્ચના રાત્રીના ભાગે ચાર અજાણ્યા શખસોએ યુવાનને છાતી અને પેટના ભાગે લાતો મારી હત્યા કરી હોવાના બનાવમાં એલસીબીએ આ હત્યાને અંજામ આપનાર કાયદાના સંઘર્ષમાં આવેલો આરોપી ગાંધીધામ આવ્યો હોવાની બાતમીના આધારે પકડી લઇ તેણે કબુલાત આપતાં એક માસ પહેલાં થયેલી હત્યાના કેસનો ભેદ પુર્વ કચ્છ એલસીબીએ ઉકેલી લીધો છે. આ બાબતે એલસીબી પીએસઆઇ એમ.એસ.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભારતનગર પાછળ આવેલી એફસીઆઇ કોલોનીમાં રહેતા મુળ યુપીના 40વર્ષીય પરમહંસ રામવિલાસ નિષાદને મોબાઇલ માટે કરીને ત્રણ અજાણ્યા ઈસમોએ ઢોર માર મારી છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છુટ્યા હતા. ઘવાયેલા પરમહંસનું સારવાર દરમીયાન મોત થતાં આ કેસ હત્યામાં પલટાયો હતો અને જેની તપાસ પીઆઇ ડી.બી.પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ચાલુ હતી મરણ જનાર પરમહંસ રાજ મંગલ ને મોત ને ઘાટ ઉતારી ગુનો આચરનાર સગીર વયના કિશોરો બિહાર નાસી ગયેલ છે અને આજરોજ એક કિશોર ગાંધીધામ આવેલ છે,તેવી હકીકત મળતાકાયદાના સંઘર્ષમાં આવેલા આ આરોપીને પકડી તેની પૂછપરછ કરતા ગુનો કર્યાની કબૂલાત આપતા તેમજ અન્ય બે કિશોરો હાલ બિહાર જતા રહેલ હોવાનું જણાવતા અને ગુનાના કામે વાપરેલ Gj -12-CN- 1594નંબરનું બાઇક તેના સહ આરોપીના પિતાજીનું હોવાનું જણાવતા બાઇક સુનિલ ધર્મેન્દ્ર ચતુર્વેદી પાસેથી કબજે કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...