તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવકની સ્મશાનયાત્રામાં આવતા જામનગરના સંબંધીઓની કારનો અકસ્માત એકનું મોત: 7 ઘાયલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીમાં સિંધી યુવાનને કરંટ લાગતા તેનું મૃત્યુ થયા બાદ સાંજે તેમની સ્મશાન યાત્રામાં આવતા તેમના સંબંધીઓ જામનગરથી નીકળ્યા અને સાંજે પૂનડી પાસે અકસ્માત સર્જાતા સાત લોકોને ઇજા અને એકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર સિંધી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવીના આઝાદ ચોકમાં જ્યુસ સેન્ટર ચલાવતા નરેશ સેવારામ ભાનુશાલી (ઉ.વ.38)પોતાની નવી દુકાન બનતી હોવાથી સવારના ભાગે બંધ થયેલા કામો પર પાણીનો છંટકાવ કરતો હતો ત્યારે વિજ કરંટ લાગતા માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા થતા સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ થયું હતું. મરણ જનારની અંતિમયાત્રા સાંજે રાખેલ હોવાથી તેમના સંબંધી જામનગરથી માંડવી આવા નીકળ્યા હતા અને સાંજના ભાગે પૂનડી પાટીયા પાસે રસ્તામાં કુતરુ આડું ઊતરતા તેને બચાવવા જતા ગાડી પલટી મારી ગઇ હતી. જેને પરિણામે કારમાં બેઠેલા સાત લોકોને ઇજા થઇ હતી જેમા ત્રણ જણાઓને માંડવી અને ચાર લોકોને સારવાર માટે ભુજ ખસેડાયા હતા જેમાં પરસોત્તમભાઇ ભેરૂમલભાઇ ગજરા (ઉ.વ.55)રહે દિગ્વિજય પ્લોટ જામનગરને સારવાર મળે તે પહેલા મોત આંબિ ગયું હતું. આશાબેન હરિભાઈ ભાનુશાળી, શશીભાઈ પ્રકાશભાઈ મુલચંદાણી, મીરાબેન પરસોતમભાઇ ગજરા (ઉ.વ.48) સહિતનાઓને ઈજા થવા પામી છે. પૂનડી પાસે થયેલા અકસ્માતની બચાવ કામગીરીમાં કોડાયના અમુલ ડેઢિયા અને માંડવીના જયેશ ભાનુશાલી ઘટનાસ્થળેથી લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડયા હતા.

હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત પરિવારના સદસ્યો અને બીજી તસવીરમાં બુકડો બોલી ગયેલી કાર નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો