વાગડ વિસ્તારના નંદાસરમાંથી દેશી બનાવટની બંદૂક સાથે એક પકડાયો
રાપર તાલુકા માં આજે સતત ત્રીજા દિવસે પણ દેશી હથિયાર ઝડપાવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો.જેમાં પ્રાપ્ત વિગતો પ્રથમ રાપર તાલુકાના નંદાસર ખાતે થી બંદૂક ઝડપાયા બાદ તાલુકા ના લાકડાંવાંઢ ખાતેથી લાકડાંવાંઢના સરપંચ પતિ ધરમસી ભાઈ તથા કુખ્યાત અને અનેક વાર દેશી તથા અલગ અલગ બનાવટની બંદૂકો અને તમંચા બનાવામાં માહેર અને વિવિધ જેલોમાં જઇ આવેલા તથા વાગડમાં કેટલાક માથા ભારે તત્વોને કોથળા ભરીને હથિયારો બનાવી આપનાર ધીરુ લોહારની ગઈ કાલે ધરપકડ થઈ હતી ત્યારે આજે રાપર પીઆઇ.જે.એચ.ગઢવીને મળેલી બાતમીના આધારે ફરીથી તાલુકાના નંદાસર ની સિમ ના ચેકીંગ કરતા મૂળ રાપરના અને નંદાસરની સાંકળવળી સિમમાં રહેતા મોહન કરમશી કોલીને 2 હજારની કિંમત ની દેશી બંદૂક સાથે ઝડપી પાડી પાડ્યો હતો. આ કામગીરી માં એએસઆઈ કિશોરસિંહ જાડેજા,રાસુભા જાડેજા,નરેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે નંદાસર ની સીમાડામાં અનેક વાર નીલ ગાયોના શિકાર થઈ ચૂક્યા છે અને નંદાસરની સિમમાં નર્મદા કેનાલ નજીક હોવાનાં કારણે ત્યાં હાલે નિલગાયોના ઝુંડનો મોટો એવો વસવાટ છે જ્યાં અવાર નવાર વગડામાં ફરિયાદો ઉઠતી રહી છે, ઘણી વાર તો લોકોના જણાવ્યા મુજબ ગાડાંઓ ઉપર પણ નિલગાયોના મૃતદેહો લઈ જવાતાં હોવાનું સૂત્રો કહી રહ્યા છે,ત્યારે જો આ દેશી બંદૂકો ક્યાંક આવા શિકાર માટે તો નથી ઉપયોગમાં લેવાતીને તેવા સવાલો થઈ રહ્યા છે કારણ કે નંદાસરની સિમમાં કોઈ હિસંક પ્રાણી નથી તો પછી બ બે લોકો પાસેથી બંદૂક ઝડપાવી ક્યાંક ને ક્યાંક આવી શિકારી પ્રવૃતિઓ ખુલ્લેઆમ થઈ રહ્યા નું સૂત્રો જણાવી રહ્યા છે.