તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક સમયે અંજાર આસપાસ, હાલના કંડલા એરપોર્ટ અને ગળપાદર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

એક સમયે અંજાર આસપાસ, હાલના કંડલા એરપોર્ટ અને ગળપાદર પાસે ચિંકારાઓ વધુ પ્રમાણમાં જોવા મળતા હતા. પરંતુ ગત કેટલાક વર્ષોમાં વધતી માનવ વસાહતો અને ઉધોગોના કારણે સ્વભાવે એકાંત પ્રિય ગણાતા ચિંકારાએ વધુને વધુ દુર જતા થઈ ગયા છે.

મુખ્યત્વે કચ્છના નારાયણ સરોવર અભ્યારણ અને તે સિવાય અબડાસા,ભુજ, અંજાર વિસ્તારમાં દેખાતા ચિંકારા વર્ષો બાદ ફરી ગળપાદર, કંડલા એરપોર્ટ આસપાસ જોવા મળ્યા હતા. જેને કેમેરાના કચડકે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર પ્રતિક જોશીએ કંડારી લીધા હતા. આ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતુ તેવો ટપ્પર ડેમ, ગળપાદર થઈને ગાંધીધામ વિસ્તારમાં આવ્યા હોય તેવું પ્રતિત થાય છે. આ વિસ્તાર અગાઉ સમ્રુદ્ધ વન્ય પ્રાણીઓ ધરાવતો હતો.

જેમાં રોઝ, જંગલી ભુંડ, લોકડી, જંગલી બિલાડી, સારી સંખ્યામાં શિયાણ પણ સામેલ હતા. પણ વિતતા સમય સાથે તેમની સંખ્યા ચીંતા જનક રીતે ઘટતી જાય છે. છએક વર્ષે અગાઉ સુધી સીંઅ વિસ્તારમાં ચિંકારા દેખાઈ જતા હતા પણ હવે દુર્લભ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો