Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લુણવા માર્ગ પર બુટલેગરે ત્રણ જણા પર કાર ચડાવી
ભચાઉ તાલુકાના લુણવા જતા કાચા રસ્તે દારૂની બાતમી આપતા હોવાનું મનદુ:ખ રાખી બુટલેગરે બાઇકને ટક્કર મારી તેના ઉપરથી બે-ત્રણ વાર ગાડી ચડાવી દઇ ગંભીર ઇજા પહોંચાડી એટલું જ નહીં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી અકસ્માતમાં આ બનાવને ખપાવવા કોશિષ કરી હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઇ છે.
લુણવાના કોલીવાસમાં રહેતો 18 વર્ષીય ભાવેશ મોતીભાઇ વાકરૂએ ફરિયાદ નોંધાવી છે કે, તા.12/3ના સવારે 10 વાગ્યે કુટુંબી ભાઇ વીરાના લગ્ન પ્રસંગ હોતાં લુણવાથી ભરત માનસંગ, ખતુ માનસંગ, રવા હરી ભચાઉ ગયા હતા.રાત્રે દાંડિયારાસમાં 12 વાગ્યા સુધી રોકાઇ ફરિયાદી ભાવેશ,દિનેશ બાબુ અને હરેશ બાબુ બાઇક પર લુણવા જવા નિકળ્યા હતા. ત્યારે રાત્રે 12 વાગ્યાના અરસામાં લુણવાના ગાડા માર્ગ પર પાછળથી આવેલી સ્કોર્પિયોના ચાલકે બાઇકને ટક્કર મારી હતી અને બાઇક પર સવાર ત્રણે જણા પડી ગયા હતા. ગાડીમાંથી ચીરઇ રહેતો યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સ્કોર્પિયોમાંથી નીચે ઉતર્યો હતો અને તમે દારૂની બાતમી કેમ પોલીસને આપો છો તેમ કહી સ્કોર્પિયો ચલાવી રહેલા રામદેવસિંહ ઉર્ફે ડકુ જાડેજાને ગાડી રિવર્સમાં લઇ આ લોકો પર ચડાવી દો તેમ કહેતાં બે વખત ત્રણે ઉપર મારી નાખવાના ઇરાદે ગાડી ચડાવી હતી, ગાડીમાં વચ્ચેની સીટ પર બેઠેલા બાવલા બીજલ કોલી અને કાનજી માલા કોલી ગાડી આગળ લો, પાછળ લો તેવી સૂચના આપી રહ્યા હતા. ફરિયાદી ભાવેશને પગમાં ફ્રેકક્ચર માથામાં , તેમજ તેની સાથેના બે જણાને પણ ગંભીર ઇજા પહોંચાડી પોતાની જ સ્કોર્પિયો ગાડીમાં પાછળ બેસાડી અમારી બાતમી આપનાર પર ગાડી ચડાવી અકસ્માતના બનાવમાં ખપાવી દેવા વાગડ વેલ્ફેર હોસ્પિટલ મુકી નાસી ગયા હતા.
વાગડમાં દારૂના ધંધાર્થીઓની દાદાગીરી