તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઈવે પર ત્રણે છરીની અણીએ 2નું અપહરણ કરી લુંટ ચલાવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ નેશનલ હાઈવે નં. 8 પર બનેલી ઘટનામાં સામખીયાળી જતા પ્રવાસી વાહનમાંથી બે શખસોનું અપહરણ કરી તેમની પાસે રહેલી રોકડ લુંટીને તેમના વતી સમાધાન માટે આવેલા અન્ય શખસ પાસેથી પણ વાહન અને મોબાઈલ છરીની અણીએ લુટ ચલાવી હોવાની ઘટના નોંધાઈ હતી. પોલીસે રાપરના ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.

મજુરી કામ કરતા સુખરામ રતનભાઈ મીનામા અને અર્જુન ગુડીયા ગાંધીધામ રેલવે મથકે ખર્ચી માટે આવ્યા બાદ પરત સામખીયાળી જવા બોલેરો કારમાં બેઠા હતા, માર્ગમાં એક કાર તેમનો પીછો કરતી હતી જેમનામાંથી વાહન ઉભુ રાખવાના ઈશારા કરતા હતા, અંતે તેમણે પરાણૅ બોલેરો ઉભી રખાવતા તેના ચાલક અને અન્ય એક શખસ ચાલ્યા ગયા હતા. તો કારમાં આવેલા શખસોએ સુખરામ અને ગુડીયાને \\\'તમે અમારી સાથે અકસ્માત કર્યો હતો, તેના ખર્ચા માટૅ 40 હજાર આપો તેવી માંગ કરી હતી. તે બંન્નેએ તેમને જણાવ્યુ હતુ આ વાહન તેમનું નથી અને તેવો મજુર છે પણ આરોપી ધવલસિંહ બડુભા સોઢા, અર્જુનસિંહ દિલુભા જાડેજા અને હસો કોલીએ ધોકા વડે માર મારીને અપહરણ કરી તેમની પાસે રહેલા 1200 રુપીયા અને મોબાઈલ ઝુંટવી લીધા હતા. આ અંગે જાણ થતા બંન્ને મજુરો વતી તેના ઠેકેદારના ઓળખીતાએ લોધેશ્વર હોટેલ પાસે રાજુભાઈને બોલાવ્યા હતા, તેમણે આવીને પણ આ બંન્ને મજુર હોવાનું અને તેમને કાંઈ આ અંગે જાણ ન હોવાનું સમજાવ્યુ હતુ, પરંતુ છતા આ ત્રીપુટી તેમને પણ માર મારીને તેમની પાસેથી આઈફોન અને તેની એક્ટીવા છીનવી લીધી હતી. તો બંન્ને શખસોને ચોપડવા નજીક ઉતારી દીધા હતા.

સોમવારે સાંજે 5 થી 8 વાગ્યા દરમ્યાન ત્રણ કલાકમાં થયેલી કુલ 55,200ની કિંમતના મુદામાલની લુંટ અંગે એ ડિવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ લુંટ, અપહરણ સહિતની કલમો તળે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો