તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુળેટીના દિવસે ગૌશાળા માટે 20 લાખનું દાન એકત્રિત કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંજાર તાલુકાના ભીમાસર (ચકાસર) ગામે ધુળેટીના દિવસે વર્ષોની પરંપરા તેમજ વડીલોપાર્જીત વ્યવસ્થા મુજબ સમગ્ર ગ્રામજનો જાહેર ચોકમાં ભેગા થાય, અને આ ગ્રામસભામાં મુખ્ય ચર્ચા ગામના ગૌશાળાના હિસાબો, ગૌશાળાના ખાતરની હરાજી, ગટરના પાણીને ખેતીના ઉપયોગ માટે પાણીની હરાજી તેમજ મંદિરોના વહીવટની ચર્ચા કરવામાં આવે છે. વાર્ષિક હિસાબો આવકજાવકના જાહેર માઈક ઉપરથી સમગ્ર ગ્રામજનોને જાણકારી આપવામાં આવે છે અને ત્યારબાદ જ રંગો ઉડાડી લોકો ધુળેટીની ઉજવણી કરે છે.

ભીમાસર ગામની ગૌશાળામાં ધુળેટીના દિવસ સુધી ત્રણ કરોડ પંચોતેર લાખની બેલેન્સ હતી અને આગામી દિવસોમાં રૂપિયા પાંચ કરોડ સુધી ગૌશાળાનું ફંડ ડીપોઝીટ તરીકે થાય તેવું જાહેર સભામાં નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષોની પરંપરા મુજબ ગૌશાળા માટે ધુળેટીના દિવસે સમગ્ર ગામમાંથી દાનની પણ ટહેલ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે ધુળેટીના દિવસે ગ્રામજનો તરફથી રૂપિયા વીસ લાખ સુધીનું દાન આપવામાં આવ્યું હતું.

ગામના લોકો તેમના બાળકો તેમના જન્મદિવસ નિમિતે ખોટા ખર્ચાઓ કરવાના બદલે જન્મદિવસ કે તેમના સ્વજનોની પુણ્યતિથી નિમિતે પણ દાન સોશિયલ મીડિયા મારફત ગૌશાળાને જાહેર કરે છે. આ પરંપરાના પ્રથમ વર્ષે જ નાની રાશી હોવા છતાં 13 લાખ રૂપિયા જેટલું દાન ગૌશાળાને મળેલ છે. આ ધુળેટીની મીટીંગમાં ગામના મંદિરના વહીવટ, પૂજારીઓને વર્ષાસન, ગાયોના ગોવાળોને વર્ષાસન, ગામની અંદરથી માટી કે રેતી કોઈ ઉપાડે તેનો ચાર્જ, કોઈ બાંધકામ માટે પાણી લઇ જાય તો તેનો ચાર્જ લેવાય છે. ગટરના પાણીની ઉપજ થાય તે પણ ગૌશાળામાં ખર્ચાય છે. ગામના કોઈ રીત રિવાજોમાં પણ ફેરફાર કરવાના હોય તો તેમાં પણ સુધારા - વધારા કરાય છે. ધુળેટીની આ મીટીંગમાં ગામના સરપંચ દિનેશભાઈ, ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા વી. કે. હુંબલ, ગૌસેવા સમિતિના ગોવિંદભાઈ ગોગરા, શંભુભાઈ હુંબલ, રવજી મારાજ, બાબુભાઈ ડાંગર, બાબુભાઈ ભજનિક, માદા ભીમા,ઘેલાભાઈ ઝરૂ, રાખ્યાભાઈ મરંડ, રવજીભાઈ રબારી અને દરેક સમાજના લોકો હાજર રહ્યા હતા.

આ દિવસે ગામને લગતા અનેક નિર્ણયો લેવાય છે

ગૌચરની જમીન પર દબાણ ન થાય તે માટે બાઉન્ડ્રી બંધાશે

ગામની ગૌચર પર કોઈએ દબાણ નથી કર્યું, ત્યારે આવનારા સમયમાં પણ ગૌચરની જમીનો ઉપર દબાણો ન થાય એટલા માટે પંચાયત દ્વારા ગૌચરની બાઉન્ડ્રી ઉપર અંદાજે 10 લાખના ખર્ચે આરસીસીના પિલર ઉભા કરીને માર્કિંગ કરેલ છે અને નર્મદાનું પાણી આવશે તો આ જમીન ઉપર ઘાસચારાનું વાવેતર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો