તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજાર-ગળપાદર હાઇવે પર ખાનગી કંપની નજીક એક્ટિવા પર જઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંજાર-ગળપાદર હાઇવે પર ખાનગી કંપની નજીક એક્ટિવા પર જઇ રહેલા સાળી-બનેવીને ટ્રકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ તા. 10/1/2020ના રાત્રે 9-45 વાગ્યાના અરસામાં અંજાર-ગળપાદર હાઇવે પર આવેલી જીનસ કંપની નજીક ગોઝારો બનાવ બન્યો હતો. જેમાં કૃષ્ણ કુટીર, આદિપુરમાં રહેતા 37 વર્ષીય ભાવેશભાઈ મગનલાલ વ્યાસ તથા મંગલમ રેસિડેન્સી, મેઘપર-બો.માં રહેતા 37 વર્ષીય રેણુબેન વિરલભાઈ વૈષ્ણવ એક્ટિવા નં. જીજે 12 બીએલ 3500 પર અંજારથી મેઘપર-બો. જઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે એક્ટિવને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેથી એક્ટિવા પર સવાર સાળી-બનેવીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા બંનેના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. જેથી બનાવ અંગે અંજાર પોલીસ મથકે જાણ કરાતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો